ICC Rankings: ઇંગ્લેન્ડ સામે ત્રીપલ અર્ધશતક લગાવનારી કેપ્ટન મિતાલી રાજ વન ડેમાં No.1 ક્રિકેટર

|

Jul 06, 2021 | 11:18 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેંન્ડ સામે શ્રેણીને 2-1 થી ગુમાવી હતી. મિતાલીએ શ્રેણીની પ્રથમ વન ડેમાં 72, બીજી વન ડેમાં 59 અને અંતિમ વન ડેમાં અણનમ 75 રનની ઇનીંગ રમી હતી.

ICC Rankings: ઇંગ્લેન્ડ સામે ત્રીપલ અર્ધશતક લગાવનારી કેપ્ટન મિતાલી રાજ વન ડેમાં No.1 ક્રિકેટર
Mithali Raj

Follow us on

ઇંગ્લેંન્ડમાં શ્રેણીની અંતિમ વન ડેમાં જીત અપાવનારી, કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) મહિલા ક્રિકેટમાં નંબર ક્રિકેટર બની ચુકી છે. મિતાલીએ ત્રણ વન ડેની ભારત-ઇંગ્લેન્ડ ( India vs England) શ્રેણીમાં સળંગ ત્રણ અર્ધ શતક લગાવ્યા હતા. પરંતુ પ્રથમ બંને વન ડેમાં ભારતીય મહીલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) હારનો સામનો કરવો પડ્યો હતો. તેના આ લડાયક પ્રદર્શનને લઇને મિતાલી હવે વન ડે ક્રિકેટની મહારાણી સ્થાપિત થઇ ચુકી છે. આઇસીસી વન ડે રેન્કિંગ (ICC ODI Rankings) માં તે નંબર બની છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેંન્ડ સામે શ્રેણીને 2-1 થી ગુમાવી હતી. મિતાલીએ શ્રેણીની પ્રથમ વન ડેમાં 72, બીજી વન ડેમાં 59 અને અંતિમ વન ડેમાં અણનમ 75 રનની ઇનીંગ રમી હતી. જેનો તેને સીધો ફાયદો મળ્યો હતો, તે સીધી જ પાંચમાં સ્થાન પરથી ટોપ પર આવી ગઇ હતી. આ પહેલા તે સપ્ટેમ્બર 2018માં નબર વન બની હતી. જ્યારે સૌપ્રથમ 2005માં તે આઇસીસી રેન્કિંગમાં નંબર વન બની હતી. મિતાલી 2005 બાદ 2018માં ફરીથી આઇસીસી રેન્કિંગમાં ટોપર બનવા વચ્ચે 16 વર્ષનું અંતર રહ્યુ હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શેફાલી વર્મા એ અંતિમ બંને વન ડે માં 44 અને 19 રન બનાવ્યા હતા. જેનાથી તે હવે 49 સ્થાન આગળ આવી ને 71 માં ક્રમાંકે પહોંચી છે. ઝૂલન ગોસ્વામી 53 માં નંબર પર આવી ગઇ છે. બોલીંગમાં ઓલરાઉન્ડર દિપ્તિ શર્મા એક સ્થાન આગળ આવીને 12 સ્થાનમાં પર આવી ચુકી છે. તેણે અંતિમ વન ડે દરમ્યાન 47 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેંન્ડની ઓપનર લોરેન વિનફિલ્ડ હિલ 14 સ્થાન ઉપર આવીને 41 માં સ્થાન પર પહોંચી છે. જ્યારે ડેબ્યૂ કરનારી સોફિયા ડંકેલ 80 સ્થાન આગળ વધી 76માં સ્થાન પર પહોંચી છે.

એકલેસ્ટોન છઠ્ઠા સ્થાને પહોંચી

ડાબા હાથની સ્પિનર બોલર સોફી એકલેસ્ટોન સતત આગળ વધતી રહી છે. તેણે અંતિમ બંને મેચમાં મળીને 5 વિકેટ ઝડપી હતી. તેણે કરિયરમાં પ્રથમ વખત છઠ્ઠો ક્રમાંક હાંસલ કર્યો છે. તેને ચાર સ્થાનો ફાયદો થયો હતો. કેટ ક્રોસ બીજી વન ડેમાં 34 રનમાં 5 વિકેટ મેળવવાને લઇને, રેન્કિંગમાં ફાયદામાં રહી છે. તે હવે 18માં ક્રમાંકે પહોંચી છે, જે પહેલા 25માં ક્રમાંકે હતી. નેટ સિવર અને સારા ગ્લેનને એક એક સ્થાનનો ફાયદો થયો છે. જે ક્રમશઃ 22માં અને 43 સ્થાન પર છે.

Next Article