ICCએ Rishabh Pantને આપ્યા સારા સમાચાર, વર્ષ ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં સ્થાન આપ્યું

|

Jan 24, 2023 | 4:19 PM

રિષભ પંત અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હાલમાં તે એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તે હોસ્પિટલમાં છે. તેનું ઓપરેશન પણ થયું અને કહેવામાં આવી રહ્યું છે કે પંત લાંબા સમયથી ટીમની બહાર રહેશે.

ICCએ Rishabh Pantને આપ્યા સારા સમાચાર, વર્ષ ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં સ્થાન આપ્યું
ICC મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2022
Image Credit source: Twitter

Follow us on

રિષભ પંત અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં, તે એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, ત્યારબાદ તે હોસ્પિટલમાં છે. તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગશે. આ દરમિયાન ICCએ પંતને મોટા સમાચાર આપ્યા છે. તેનો ચાર્મ ICC ની વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં જોવા મળ્યો હતો. આ ટીમમાં જગ્યા બનાવનાર તે એકમાત્ર ભારતીય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ICCએ મંગળવારે વર્ષ 2022 માટે શ્રેષ્ઠ 11 ખેલાડીઓની પસંદગી કરી હતી જેમણે બેટ, બોલ સિવાય ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. ટીમની કમાન બેન સ્ટોક્સને સોંપવામાં આવી છે.

 

ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું

CCએ મંગળવારે વર્ષ 2022 માટે શ્રેષ્ઠ 11 ખેલાડીઓની પસંદગી કરી હતી જેમણે બેટ, બોલ સિવાય ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. ટીમની કમાન બેન સ્ટોક્સને સોંપવામાં આવી છે. રિષભ પંતે ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 12 ઇનિંગ્સમાં 61.81ની એવરેજ અને 90.90ની સ્ટ્રાઇક રેટથી 680 રન બનાવ્યા. આ દરમિયાન પંતે વર્ષ 2022માં 2 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. ગયા વર્ષે તેણે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 21 સિક્સર ફટકારી હતી. આટલું જ નહીં તેણે 6 સ્ટમ્પ અને 23 કેચ પણ લીધા હતા.

લાંબા સમય સુધી મેદાનથી દૂર

રિષભ પંતને ફરીથી મેદાનમાં જોવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષના અંતના 2 દિવસ પહેલા ઘરે જતી વખતે તેમની કાર હાઇવે પર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં તે બચી ગયો હતો. તેની કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પંત તેની કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. જોકે તેને ઘણી ઈજાઓ થઈ હતી. તે આ ઈજાઓમાંથી સાજો થઈ રહ્યો છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની હેલ્થ અપડેટ આપી હતી.

ICC શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2022 : ઉસ્માન ખ્વાજા, ક્રેગ બેથવેટ, માર્નસ લાબુશેન, બાબર આઝમ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, રિષભ પંત, પેટ કમિન્સ, કાગીસો રબાડા, નાથન લિયોન, જેમ્સ એન્ડરસન

Next Article