AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Meeting : ICC કમિટીમાં જય શાહની એન્ટ્રી, મળી મોટી જવાબદારી, રમીઝ રાજાને લાગ્યો આંચકો

ICC Meeting: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હવે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવા જઇ રહી છે. દક્ષિણ આફ્રિકા ICC અંડર-19 T20 વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે.

ICC Meeting : ICC કમિટીમાં જય શાહની એન્ટ્રી, મળી મોટી જવાબદારી, રમીઝ રાજાને લાગ્યો આંચકો
BCCI Secretory Jay Shah (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:50 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહ (Jay Shah) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) માં મહત્વની જવાબદારી મળી છે. જય શાહને ICC મેન્સ ક્રિકેટ કમિટીના સભ્ય બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રવિવારે ICC ની ત્રિમાસિક બેઠકમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

પુરુષ ક્રિકેટ કમિટીના જોડાયેલા સભ્યોઃ

મહેલા જયવર્ધરનેઃ પૂર્વ ક્રિકેટર પ્રતિનિધિ (ફરીથી નિયુક્ત) ગૈરી સ્ટીડઃ રાષ્ટ્રીય ટીમના કોચ પ્રતિનિધિ જય શાહઃ બોર્ડ મેમ્બરના પ્રતિનિધિ જોએલ વિલ્સનઃ આઈસીસી એલીટ પેનલ અમ્પાયર જેમી કોક્સઃ MCC પ્રતિનિધિ

ટી20 વર્લ્ડ કપને લઇને લેવાયો આ નિર્ણય

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટેની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ માટે 12 ટીમોને સીધી એન્ટ્રી આપવામાં આવશે. 2022 T20 વર્લ્ડ કપ ઇવેન્ટની ટોચની 8 ટીમો, યજમાન દેશો (વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ) સાથે, T20 રેન્કિંગ ટેબલમાં આગામી સૌથી વધુ ક્રમાંકિત ટીમોનો સમાવેશ કરશે. જો વેસ્ટ ઈન્ડિઝ ટોપ આઠમાં સ્થાન મેળવે છે, તો ત્રણ ટીમો રેન્કિંગના આધારે આગળ વધશે.

બાકીની આઠ જગ્યાઓ પ્રાદેશિક લાયકાત પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. જેમાં આફ્રિકા, એશિયા અને યુરોપની 2-2 ટીમો અને અમેરિકા અને EAP ની 1-1 ટીમનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટેની ક્વોલિફિકેશન પ્રક્રિયા પર પણ સહમતિ બની હતી.

રમીઝ રાજાના પ્રસ્તાવનો અસ્વિકાર કરાયો

બીજી તરફ, ચાર દેશો (ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા) વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન કરવાના PCB અધ્યક્ષ રમીઝ રાજાના પ્રસ્તાવને ICC એ સર્વસંમતિથી ફગાવી દીધો છે.

હવે મહિલાઓની અંડર-19 ટી20 વર્લ્ડ કપ

ICC હવે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા ICC T20 વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. જેમાં 16 ટીમો વચ્ચે 41 મેચ રમાશે.

ICC મહિલા ચેમ્પિયનશિપને દસ ટીમોમાં વિસ્તરણ કરવાના તાજેતરના નિર્ણયને પગલે, ICC હવે કેટલાક એસોસિએટેડ દેશોને મહિલા વન-ડેનો દરજ્જો આપશે. જેથી તેઓ રેન્કિંગના આધારે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરી શકે. ICC બોર્ડને અફઘાનિસ્તાન વર્કિંગ ગૃપ તરફથી અપડેટ પ્રાપ્ત થયું. જેમાં બોર્ડમાં ACB પ્રતિનિધિ તરીકે મીરવાઈસ અશરફની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Junior Women World Cup: ભારતીય ટીમ ઈતિહાસ રચવાથી ચૂકી, નેધરલેન્ડે સેમિ ફાઈનલમાં 3-0થી હરાવી દિલ તોડ્યું

આ પણ વાંચો : IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">