
ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત: T20 વર્લ્ડ કપ 2026નો આજથી પ્રારંભ. કોલંબોના SSC ગ્રાઉન્ડ પર રમાયેલી પહેલી જ મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામસામે ટકરાયા હતા. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે જ રસાકસીભરી સ્પર્ધા જોવા મળતા ક્રિકેટ ફિવર ચરમસીમાએ જોવા મળ્યો.

19મી ઓવર બની ગેમ ચેન્જર: ફહીમ અશરફે એક જ ઓવરમાં 24 રન લૂંટી પાકિસ્તાનને શાનદાર વાપસી કરાવી. ત્રણ સિક્સ અને નસીબના ચોગ્ગાએ નેધરલેન્ડ્સની આક્રમક બોલિંગને વેરવિખેર કરી નાખ્યું અને પાકિસ્તાન માટે જીતનો માર્ગ મોકળો કર્યો.

પાકિસ્તાની બેટ્સમેન ફહીમે 19મી ઓવરના પહેલા બોલમાં જ સિક્સર ફટકારી મેચનો ટર્નિંગ પોઈન્ટ પર લાવી દીધી હતી.

ફહીમ અશરફે 18.3 ઓવરે સાઇટસ્ક્રીન પરથી સિક્સ ફટકારી વાન બીકનું મનોબળ તોડી નાખ્યું. વાન બીકે અગાઉના બોલ જેવી જ ભૂલ કરી અને ફહીમે ક્રીઝનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરી તેને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો. આ ફટકો જ પાકિસ્તાન માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો.

18.5 ઓવરે ફહીમે વાન બીકની લાઇન એન્ડ લેન્થ બગાડી નાખી. યોર્કર લેન્થ ચૂકેલા બોલને ફહીમે સ્ક્વેર લેગ તરફ દિશા આપી અને 89 મીટર લાંબી સિક્સ ફટકારીને પાકિસ્તાની છાવણીમાં જીતનો વિશ્વાસ જગાડ્યો

ફહીમ અશરફે 19મી ઓવરના છેલ્લા બોલે નસીબના જોરે ચોગ્ગો મેળવી પાકિસ્તાન માટે 24 રન પૂરા કર્યા. ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર બેટની ધાર વાગી અને બોલ ગેપમાંથી બાઉન્ડ્રી બહાર જતો રહ્યો. આ ઓવર બાદ હવે પાકિસ્તાન માટે જીત માત્ર ઔપચારિકતા બની ગઈ હતી.

એક જ ઓવરમાં આવેલા 24 રને મેચનો નકશો બદલી નાખ્યો. ફહીમ અશરફે માત્ર 11 બોલમાં અણનમ 29 રન ફટકારી પાકિસ્તાનને 3 વિકેટે રોમાંચક જીત અપાવી. આ જીત સાથે પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026ની પોતાની પહેલી મેચમાં નેધરલેન્ડ્સ સામે શાનદાર વાપસી નોંધાવી.
Published On - 4:04 pm, Sat, 7 February 26