Record Breaking: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચાયો ઇતિહાસ! તૂટયો 148 વર્ષ જૂનો રેકોર્ડ; સપને પણ નહીં વિચાર્યું હોય કે આવું થશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરરોજ ઘણા રેકોર્ડ બને છે અને તૂટે છે. જો કે, આ વખતે કંઈક એવું બન્યું છે કે જેની કોઈએ કલ્પના નહોતી કરી. જણાવી દઈએ કે, 148 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. ક્રિકેટ પ્રેમીઓ પણ આ રેકોર્ડ પર વિશ્વાસ કરવા તૈયાર નથી.

ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ની મેચમાં કેનેડા અને સ્કોટલેન્ડ સામસામે હતા. આ મેચમાં એક અનોખો રેકોર્ડ બન્યો હતો. મેચની શરૂઆત સ્કોટલેન્ડે ટોસ જીતીને કરી હતી. સ્કોટલેન્ડના બોલર ‘બ્રેડ કરી’એ પહેલી ઓવર નાખી હતી. કેનેડિયન ઓપનર અલી નદીમ પહેલા જ બોલ પર ફર્સ્ટ સ્લિપમાં માર્ક વોટના હાથે કેચ આઉટ થઈ ગયો હતો, જેના કારણે પહેલી વિકેટ 0/1 પર પડી હતી.
બીજો બોલ પણ કેનેડા માટે ખતરનાક સાબિત થયો હતો. આમાં નોન-સ્ટ્રાઈકર યુવરાજ સમરા રન આઉટ થયો હતો. પરગત સિંહની ‘સ્ટ્રેટ ડ્રાઇવ’ દરમિયાન ‘બોલ’ બોલર બ્રેડ કરીના હાથને અડીને સ્ટમ્પ પર અથડાયો હતો અને ત્યારે સમરા ક્રીઝની બહાર આવ્યો હતો.
Never happened before in international cricket
Canada lost BOTH openers in the first 2 balls of their innings vs Scotland #CWCL2 pic.twitter.com/N5ec3KFV49
— FanCode (@FanCode) September 1, 2025
કયો વર્લ્ડ રેકોર્ડ બન્યો?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલી વાર બન્યું છે કે, બંને ઓપનર ઇનિંગ્સના પહેલા બે બોલમાં આઉટ થઈ ગયા અને ખાતું પણ ખોલી શક્યા નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી મેચ વર્ષ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારથી, 148 વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ટીમના બંને ઓપનર ઇનિંગ્સના પહેલા બે બોલમાં આઉટ થયા નથી. હવે આ વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.
સ્કોટિશ ટીમની જીત
ખરાબ શરૂઆત છતાં શ્રેયસ મોવ્વાએ 60 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. નીચલા ક્રમના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે, કેનેડિયન ટીમે આઉટ થતાં પહેલા કુલ 184 રન બનાવ્યા. કેપ્ટન રિચી બેરિંગ્ટને 64 રનની ઇનિંગ રમી હતી. સ્કોટિશ ટીમે 185 રનનો લક્ષ્યાંક 41.5 ઓવરમાં હાંસલ કર્યો અને જીત નોંધાવી.
