T20 WC Breaking : અમેરિકાથી આવી એક ખાસ વસ્તુ, જે ભારત-ઝિમ્બાબ્વે મેચના પરિણામ પર કરશે અસર

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 8 રાઉન્ડની મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપમાં આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમ ચેન્નાઈમાં રમશે. સ્ટેડિયમ સ્ટાફ કોઈ ખામી ન રહે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. જેના માટે અમેરિકાથી એક ખાસ વસ્તુ મંગાવવામાં આવી છે, જેનો ઉપયોગ ભારત-ઝીમ્બાબ્વેની મેચમાં થશે.

T20 WC Breaking : અમેરિકાથી આવી એક ખાસ વસ્તુ, જે ભારત-ઝિમ્બાબ્વે મેચના પરિણામ પર કરશે અસર
Chepauk
Image Credit source: X/BCCI
| Updated on: Feb 26, 2026 | 4:45 PM

ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ) T20 વર્લ્ડ કપ 2026 માં પહેલીવાર ભારતીય ટીમની મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા 26 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ સુપર 8 રાઉન્ડના બીજા મેચમાં આ સ્થળે ઝિમ્બાબ્વેનો સામનો કરશે. આ એક એવી મેચ છે જે આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય નક્કી કરી શકે છે. જેથી મેચમાં કોઈ ખામીઓ કે સમસ્યાઓ ન રહે તે માટે, યુનાઇટેડ સ્ટેટ્સથી ખાસ વસ્તુ મંગાવવામાં આવી છે, જે મેચ પર નોંધપાત્ર અસર કરી શકે છે.

ભારત અને ઝિમ્બાબ્વે ચેન્નાઈમાં ટકરાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 8 રાઉન્ડની ગ્રુપ 1 મેચ ગુરુવારે સાંજે 7 વાગ્યે રમાશે. આ મેચનું પરિણામ નક્કી કરશે કે બંને ટીમોમાંથી કઈ ટીમ સેમિફાઇનલની રેસમાં રહે છે. તેથી, મેદાન પરની દરેક વિગતો પર કાળજીપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે, અને ઝાકળ એક મહત્વપૂર્ણ પરિબળ છે. સાંજે ચેપોક મેદાન પર ઝાકળ ઘણીવાર નોંધપાત્ર અસર કરે છે, જે ઘણીવાર મેચોના રીઝલ્ટને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ અસરને ઓછી કરવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

ઝાકળ દૂર કરવા અમેરિકન ‘દવા’

એક અહેવાલ મુજબ, સ્ટેડિયમનું સંચાલન કરતી તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) એ અમેરિકાથી ઝાકળ દૂર કરવા માટે એક ખાસ કેમિકલ મંગાવ્યું છે. “ડ્યૂ ક્યોર” નામનું આ કેમિકલ મેદાનમાં છાંટવામાં આવ્યું છે. ચેન્નાઈમાં વધતા તાપમાનને કારણે, સાંજે ઘાસ પર ઝાકળ પડે છે, જેના કારણે બોલ સતત ભીનો રહે છે, જેનાથી ઘણીવાર બીજી ઈનિંગમાં બેટિંગ કરતી ટીમને ફાયદો થાય છે. આના કારણે મેચમાં ટોસ મહત્વપૂર્ણ બને છે. જોકે, ઝાકળ દૂર થવાથી બંને ઈનિંગ્સ સમાન રીતે રમાય છે.

પાણીમાં ભેળવી કેમિકલનો છંટકાવ

આ સંતુલન જાળવવા માટે TNCA એ વર્લ્ડ કપ પહેલા સ્ટેડિયમ તૈયાર કરતી વખતે આ કેમિકલનો મંગાવવાનો નિર્ણય લીધો. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત-ઝિમ્બાબ્વે મેચ પહેલા ગ્રાઉન્ડ સ્ટાફે સતત બે દિવસ સુધી પાણીમાં ભેળવી આ કેમિકલનો છંટકાવ કર્યો હતો. ગુરુવારે બપોરે પણ છંટકાવ કરવામાં આવશે. આ કેમિકલ સાંજે ઘાસ પર પડતા ઝાકળને સૂકવી નાખે છે, જેનાથી મેદાન ભીનું થતું નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટીમ ઈન્ડિયાએ મેચના એક દિવસ પહેલા તેનું પરીક્ષણ કર્યું હતું અને તેઓ સંતુષ્ટ થયા હતા.

સ્પિનર્સને ફાયદો થશે

ભારત-ઝિમ્બાબ્વે મેચ પર ઝાકળની નોંધપાત્ર અસર પડી શકે છે, કારણ કે બંને ટીમો સ્પિનરોનો વધુ ઉપયોગ કરે તેવી અપેક્ષા છે. જો મેદાન પર ઝાકળ હોય, તો બોલ ભીનો રહે છે, જેના કારણે સ્પિનરો માટે બીજી ઇનિંગમાં બોલિંગ કરવી મુશ્કેલ બને છે. જોકે, ઝાકળના હોવાથી સ્પિનરો વધુ અસરકારક સાબિત થશે, જે કોઈપણ ટીમને એકતરફી ફાયદો મેળવવાથી અટકાવશે. આ પ્રયાસ ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક તે મેચ દરમિયાન જ નક્કી થશે.

T20 WC Breaking : અભિષેક શર્માને કરો બહાર… ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનરે પ્લેઈંગ-11 માં ફેરફારની આપી સલાહ