T20 WC Breaking : ‘ઈચ્છું છું કે ભારત T20 વર્લ્ડ કપ ફાઇનલ હારી જાય’…દિગ્ગજ ખેલાડીનું ચોકાવનારું નિવેદન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ ફાઇનલ 8 માર્ચ, 2026 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. શું કિવીઓ ઇતિહાસ બદલી શકશે કે હારનો સામનો કરશે? દિગ્ગજ ખેલાડીએ ફાઇનલ અંગે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે.

T20 WC Breaking : ઈચ્છું છું કે ભારત T20 વર્લ્ડ કપ ફાઇનલ હારી જાય...દિગ્ગજ ખેલાડીનું ચોકાવનારું નિવેદન
Team India
Image Credit source: PTI
| Updated on: Mar 07, 2026 | 10:30 PM

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર અને 400 થી વધુ ટેસ્ટ વિકેટ ડેલ સ્ટેને T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ પહેલા એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જો 8 માર્ચે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ ભારત સામે હારી જાય છે, તો “ચોકર્સ” નો ટેગ ન્યૂઝીલેન્ડને સોંપવામાં આવશે.

ડેલ સ્ટેનનું આશ્ચર્યજનક નિવેદન

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સની યુટ્યુબ ચેનલ પર બોલતા, સ્ટેને કહ્યું, “સાચું કહું તો, બધા દક્ષિણ આફ્રિકાને ‘ચોકર્સ’ કહે છે. પરંતુ હું કહેવા માંગુ છું કે ન્યુઝીલેન્ડે પણ ઘણા વર્લ્ડ કપ જીત્યા નથી, અને તેઓ આપણા કરતા વધુ વાર ફાઇનલમાં પહોંચ્યા છે. તેથી કોઈ ખોટું ના લગાડવું, પરંતુ ન્યુઝીલેન્ડ, કૃપા કરીને આ વર્લ્ડ કપ જીતો!” સ્ટેને આગળ કહ્યું, “નહીંતર, હું તમને ઔપચારિક રીતે ‘ચોકર્સ’ કાર્ડ આપી રહ્યો છું. તે તમારું છે! મને ન્યુઝીલેન્ડ ગમે છે, પરંતુ તેઓ ભારતને હરાવી શકશે નહીં.”

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને સ્થાન મેળવ્યું હતું. આ મેચ હાઇ-સ્કોરિંગ હતી, અને ભારતે ઇંગ્લેન્ડને હરાવવા માટે તેમના હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવ્યો. હવે, ટીમ ઇન્ડિયા પોતાના દેશમાં ટાઇટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.

 

ન્યુઝીલેન્ડ બતાવશે દમ

દરમિયાન, કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે મેચમાં, ફિન એલને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી, જેમાં માત્ર 33 બોલમાં અણનમ સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. રસપ્રદ વાત એ છે કે, દક્ષિણ આફ્રિકા ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું ન હતું, પરંતુ સેમિફાઇનલમાં હારી ગયું હતું.

ભારત જીતનું દાવેદાર

ડેલ સ્ટેને સ્વીકાર્યું કે આ ફાઇનલમાં ભારત ફેવરિટ દેખાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાય પણ શકે છે. તેણે કહ્યું, “હું ખરેખર ઇચ્છું છું કે ન્યુઝીલેન્ડ જીતે, પરંતુ શું તેઓ ભારતને હરાવશે? કદાચ નહીં.” સ્ટેન માને છે કે ભારત ટુર્નામેન્ટમાં સૌથી ફેવરીટ છે, અને ન્યુઝીલેન્ડને જીતવા માટે અસાધારણ પ્રદર્શનની જરૂર પડશે. જોકે, અમદાવાદમાં ICC ફાઈનલમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ માનવામાં આવે છે.

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલ

ભારત 2023 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે આ જ મેદાન પર હારી ગયું હતું. દક્ષિણ આફ્રિકાએ પણ વર્તમાન T20 વર્લ્ડ કપમાં આ જ મેદાન પર ભારતને હરાવ્યું હતું. હવે જોવાનું એ છે કે ન્યુઝીલેન્ડ પણ આ જ સિદ્ધિ મેળવી શકે છે કે નહીં.

T20 WC Breaking : ‘ગૌતમ ગંભીર બેટિંગ કરવા આવશે…’ ફાઈનલ પહેલા સૂર્યકુમાર યાદવે આવું કેમ કહ્યું?