
ઝીમ્બાબ્વેની મક્કમ શરૂઆત, પહેલી પાંચ ઓવરમાં ભારતીય બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ
ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વે સામે ફટકાર્યા 256 રન, અભિષેક-હાર્દિકની ફિફ્ટી, ઝીમ્બાબ્વેને જીતવા 257 રનનો ટાર્ગેટ, અંતિમ બે બોલમાં બે સિક્સર ફટકારી હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાનો સ્કોર 250 ને પાર કરાવ્યો, સાથે જ પોતાની ફિફ્ટી પણ પૂરી કરી.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 200 ને પાર, હાર્દિક-તિલકની આક્રમક બેટિંગ, બંનેએ ફટકારી જોરદાર સિક્સર
ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો, કેપ્ટન સૂર્યા 33 રન બનાવી આઉટ, તિલક વર્મા ક્રીઝ પર આવ્યો, હાર્દિક પંડ્યા પણ હાજર, મોટો સ્કોર તરફ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, અભિષેક શર્મા 55 રન બનાવી આઉટ, ભારતનો સ્કોટ 150 ને પાર થઇ ગયો છે
ઇશાન કિશન 38 રન બનાવી આઉટ થયો હતો. ઝીમ્બાબ્વે ના કેપ્ટન સિકંદર રઝાએ લીધી વિકેટ, ભારતને બીજો ઝટકો, ભારતીય કેપ્ટન સુર્યા ક્રીઝ પર. બાઉન્ડ્રી ફટકારી કરી શરૂઆત
ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 ને પાર, અભિષેક શર્માની ફિફ્ટી, ટીમ ઈન્ડિયાની આક્રમક બેટિંગ, ભારત મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે.
પાવરપ્લેમાં ભારતની પાવર હિટીંગ, સ્કોર 80 ને પાર, અભિષેકની આક્રમક બેટિંગ
ભારતનો સ્કોર 50 ને પાર, ઇશાન કિશન અને અભિષેક શર્મા ક્રીઝ પર હાજર, બંને લેફટી કરી રહ્યા છે ફટકાબાજી
ભારતને પહેલો ઝટકો, સંજુ સેમસન 24 રન બનાવી થયો આઉટ
ઝિમ્બાબ્વે સામે ભારતની આક્રમક શરૂઆત, સંજુ-અભિષેકની ફટકાબાજી, સંજુએ ચેન્નાઈમાં આકમક શોટ ફટકાર્યા
ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યો છે. આજની મેચમાં રીંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર ટીમની બહાર થયા છે અને તેમની જગ્યાએ અક્ષર પટેલ અને સંજુ સેમસનને ટીમમાં તક મળી છે.
ઝિમ્બાબ્વેએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ માટે ટોસ થોડીવારમાં થશે. ટોસ સાંજે 6:30 વાગ્યે થશે, અને મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 10 મેચ જીતી છે. ઝિમ્બાબ્વેએ ત્રણ મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આ બીજો મુકાબલો છે. 2022 ના T20 વર્લ્ડ કપમાં ભારતે ઝીમ્બાબ્વેને હરાવ્યું હતું.
ભારત અને ઝિમ્બાબ્વે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં એકબીજા સામે આવી રહ્યા છે. આ ઝિમ્બાબ્વેનો ભારતમાં ટીમ ઈન્ડિયા સામેનો પહેલો T20 મેચ છે. આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, પ્રથમ, તે T20 વર્લ્ડ કપ મેચ છે અને બીજું, બંને ટીમોની સેમિફાઇનલની આશાઓ પણ તેની સાથે જોડાયેલી છે.
India vs Zimbabwe, T20 World Cup 2026, Live Cricket Score and Updates in Gujarati: ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને ઝિમ્બાબ્વેની ટક્કર . બંને ટીમો આ વર્લ્ડ કપમાં પહેલીવાર ટકરાઈ રહી છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, આ મેચનું પરિણામ બંને ટીમોની સેમિફાઇનલની આશાઓ સાથે જોડાયેલું છે.
ઝિમ્બાબ્વેએ ટીમ ઇન્ડિયા સામે ભારતમાં પર 24 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 19 વનડે અને પાંચ ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. ભારતમાં છેલ્લે માર્ચ 2002 માં ODI માં ઝિમ્બાબ્વેએ ભારતનો સામનો કર્યો હતો.
T20 વર્લ્ડ કપમાં ભારત અને ઝિમ્બાબ્વેની આ બીજી ટક્કર હશે. બંને ટીમો પહેલી વાર 2022ના T20 વર્લ્ડ કપમાં સામ-સામે હતી. ભારતે મેલબોર્નમાં તે મેચ 71 રનથી જીતી હતી, જેમાં સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 61 રન બનાવ્યા હતા.
ભારત-ઝિમ્બાબ્વે મેચમાં કેટલાક રેકોર્ડ બની શકે છે. ઉદાહરણ તરીકે, સિકંદર રઝા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3,000 રન બનાવનાર ઝિમ્બાબ્વેનો પ્રથમ ખેલાડી બનવાથી 15 રન દૂર છે. રાયન બર્લ તેના 2,000 T20 રન સુધી પહોંચવાથી 57 રન દૂર છે. ભારતનો હાર્દિક પંડ્યા અને ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા એવા ટોચના 5 ઓલરાઉન્ડરોમાં સામેલ છે જેમણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2000 રન બનાવવાની સાથે સાથે 100 વિકેટ પણ લીધી છે.
Published On - 6:01 pm, Thu, 26 February 26