
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર હંમેશા ચર્ચામાં રહે છે. 2024 મધ્યમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી ઉઠાવી હતી. ભારતીય ક્રિકેટ ચાહકો માટે વર્ષ 2025 ખુબ ખાસ રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ કેટલીક ટૂર્નામેન્ટ અને સીરિઝ જીતી. આ વચ્ચે કેટલીક સીરિઝમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગૌતમ ગંભીર વર્ષ 2025માં કેટલાક વિવાદોમાં રહ્યા. તો ચાલો જાણીએ કે, ગૌતમ ગંભીર માટે વર્ષ 2025 કેવું રહ્યું છે.
ગૌતમ ગંભીરના કોચિંગ કાર્યકાળમાં પહેલી મોટી ટૂર્નામેન્ટ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 હતી. 12 વર્ષથી ભારતે ટ્રોફી જીતી ન હતી અને અંતે રોહિત શર્માની કેપ્ટનશીપ અને ગૌતમ ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ટ્રોફી પર કબ્જો કર્યો હતો.ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતે વર્ષ 2025માં ઘરે વ્હાઈટ બોલ સીરિઝ રમી હતી. વનડે અને ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો અને બંન્નેમાં ભારતને જીત મળી હતી. ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમે કમાલ કર્યું હતુ.
એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું અને તેમણે પાકિસ્તાનને ફાઈનલમાં હરાવી ટૂર્નામેન્ટ જીતી હતી. ગૌતમ ગંભીરનું ટી20માં ફેરફાર ભારત માટે ખુબ ફાયદાકારક રહ્યું હતુ.ટેસ્ટ સીરિઝમાં હાર બાદ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને વનડેમાં 2-1થી ટી20 સીરિઝમાં 3-1થી હરાવ્યું હતુ.
ગૌતમ ગંભીર સાથે જોડાયેલા વિવાદો અને ટીમનું ખરાબ પ્રદર્શન.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ વિવાદમાં રહી. સીરિઝમાં ગૌતમ ગંભીરના કોમ્બિનેશનમાં ખુબ મોટા ફેરફાર જોવા મળ્યા હતા. તેમજ કોલકાતા અને ગુવાહાટી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ગૌતમ ગંભીર વિવાદમાં રહ્યા હતા.ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અચાનક રિટાયરમેન્ટ લીધું. ચાહકોએ આરોપ લગાવ્યો કે, ગૌતમ ગંભીરના કારણે બંન્ને ભારતીય ક્રિકેટર્સે ટેસ્ટને અલવિદા કહ્યું હતુ. આ કારણે વિવાદમાં રહ્યા હતા.