જે બેન્કમાં પહેલું ખાતું ખોલ્યું હતુ, તે બેન્કની બ્રાન્ડ એમ્બેસેડર બની હરમનપ્રીત કૌર

આ વર્ષે ભારતીય મહિલા ટીમે વર્લ્ડકપ જીત્યો છે અને દેશનું નામ રોશન કર્યું છે. ટીમની કેપ્ટન રહેલી હરમનપ્રીત કૌર માટે એક ગુડ ન્યુઝ આવ્યા છે. જે બેંકમાં હરમનપ્રીતે પહેલું બેન્ક અકાઉન્ટ ખોલાવ્યું હતુ આજે તે બેન્કની બ્રાન્ડ એમ્બેસેડર બની છે.

જે બેન્કમાં પહેલું ખાતું ખોલ્યું હતુ, તે બેન્કની બ્રાન્ડ એમ્બેસેડર બની હરમનપ્રીત કૌર
| Updated on: Dec 02, 2025 | 11:45 AM

ભારતીય મહિલા ટીમને પ્રથમ વિશ્વ ખિતાબ અપાવનાર કેપ્ટનને આજે પંજાબ નેશનલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.હરમને કહ્યું, “આ અમારા માટે સન્માનની વાત છે.”બેંકે અહીં એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે હરમનપ્રીત તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર છે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, હરમનપ્રીતને તેના નામ સાથેની PNB જર્સી અને PNB બેટ ભેટમાં આપવામાં આવ્યું હતું. આ તકે હરમનપ્રીત કૌરે કહ્યું કે, પીએનબીમાં મે ખાતું ત્યારથી ખોલ્યું છે જ્યારે હું 18 વર્ષની હતી.મારું પહેલું ખાતું પીએનબી મોગા શાખામાં હતુ. આજે આજ બેન્કની બ્રાન્ડ એમ્બેસેડર બનવું મારા માટે સન્માનની વાત છે.

 

 

વર્લ્ડ ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા

હરમનપ્રીત કૌરે ગત્ત 2 નવેમ્બરના રોજ ડીવાઈ પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વનડે વર્લ્ડકપ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ સાથે તે ભારતને વર્લ્ડકપની ટ્રોફી અપાવનારી પહેલી મહિલા કેપ્ટન બની ગઈ છે. હરમનપ્રીત કૌર અને તેની ટીમ માટે આ સફર સરળ ન હતી. લીગ સ્ટેજમાં 3 મેચ હાર્યા બાદ ટીમે જે રીતે વાપસી કરી હતી તેના ચાહકો વખાણ કરી રહ્યા છે.

શ્રીલંકા વિરુદ્ધ રમતી જોવા મળશે

વર્લ્ડકપ પછી ફરી એક વખત હરમનપ્રીત કૌર એક્શનમાં જોવા મળશે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. આ પ્રવાસ પર શ્રીલંકા 5 મેચની ટી20 સીરિઝ રમશે. આ સીરિઝ 21 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી રમાશે. જેમાં ભારતની દીકરીઓ ફરી એક વખત એક્શનમાં જોવા મળશે. આ મેચ વિશાખાપટ્ટનમ અને બાકીની મેચ તિરુવનન્તપુરમમાં રમાશે.

ભાંગડા કરી વર્લ્ડકપની ટ્રોફી લેવા પહોંચી હરમનપ્રીત કૌર ,જુઓ પરિવારમાં કોણ કોણ છે? અહી ક્લિક કરો