‘Pushpa 2’ માં હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ? ફિલ્મમાં આ ચહેરો જોઈ ફેન્સ ચોંકી ગયા

'પુષ્પા 2' માં ખલનાયકની ભૂમિકા ભજવનાર ખૂબ જ ચર્ચામાં છે. તેનું કારણ છે તેનો દેખાવ. ફિલ્મમાં બતાવેલ તેનો લુક હાર્દિક પંડ્યાના મોટા ભાઈ અને ક્રિકેટર કૃણાલ પંડ્યાના લુક સાથે મેળ ખાય છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

Pushpa 2 માં હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ? ફિલ્મમાં આ ચહેરો જોઈ ફેન્સ ચોંકી ગયા
Krunal Pandya in Pushpa-2 ?
Image Credit source: INSTAGRAM
| Updated on: Dec 10, 2024 | 5:48 PM

અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા 2’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ કરોડોની કમાણી કરી લીધી છે. પરંતુ, આ ફિલ્મને લઈને જેટલી ચર્ચા થઈ રહી છે, એટલી જ ચર્ચા આ ફિલ્મના ખલનાયકની પણ થઈ રહી છે, જેને ચાહકો ક્રિકેટર કૃણાલ પંડ્યા સમજી ગયા હતા. આ ફિલ્મના વિલનનું નામ, જેના દેખાવને કારણે મૂંઝવણ ઊભી થઈ હતી અને ચાહકોએ તેને કૃણાલ પંડ્યા માણી રહ્યા છે, તેનું નામ તારક પોનપ્પા છે.

તારક પોનપ્પા કે કૃણાલ પંડ્યા?

તારક પોનપ્પાના લુકને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. કેટલાક ચાહકોએ લખ્યું કે ‘વાહ, કૃણાલ પંડ્યાએ શું ભૂમિકા ભજવી છે?’ જ્યારે એક ચાહકે લખ્યું કે ‘પુષ્પા 2’ માં કૃણાલ પંડ્યાનો ગેસ્ટ રોલ છે.

 

ચાહકો મૂંઝવણમાં મૂકાઈ ગયા

તારક પોનપ્પાએ ‘પુષ્પા 2’ માં કોગતમ બુગ્ગા રેડ્ડીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તે કેન્દ્રીય મંત્રી કોગતમ વીરા પ્રતાપ રેડ્ડીના ભત્રીજા અને કોગતમ સુબ્બા રેડ્ડીના પુત્રની ભૂમિકા ભજવે છે. ફિલ્મના એક સીનમાં તેનો લુક એવો છે કે તે બંગડીઓ, નોઝ રીંગ, નેકલેસ અને ઈયરિંગ્સ સાથે જોવા મળે છે. ફિલ્મમાં તેના લુકએ ચાહકોને પ્રભાવિત કર્યા છે. ફિલ્મમાં તેનો લુક કૃણાલ પંડ્યા સાથે મેળ ખાય છે. ઘણા દર્શકોએ એમ પણ માની લીધું હતું કે તેઓ કૃણાલ પંડ્યાનો ગેસ્ટ અપીયરન્સ જોઈ રહ્યા છે.

 

દેવરા અને KGF કરી ચૂક્યો છે અભિનય

‘પુષ્પા 2’ પહેલા, તારક પોનપ્પાએ ‘દેવરા: પાર્ટ 1’ માં પણ તેની અભિનય કરી ચૂક્યો છે. ‘દેવરા: પાર્ટ 1’ માં જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. તારક પોનપ્પાએ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ માં પણ કામ કર્યું હતું અને દયાની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: રાજાથી રંક બન્યા આ ક્રિકેટરો, કોઈ છે ચોકીદાર, તો કોઈ કરે છે બસ સાફ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:43 pm, Tue, 10 December 24