Hardik Pandya જોવા મળ્યો એકદમ ફંકી લુકમાં, બુમરાહે ફંકી લુકની લીધી મજા, જુઓ તસ્વીર

|

Jun 06, 2021 | 5:05 PM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) અને ઇંગ્લેંડ ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરાયો નથી. આમ તે હાલમાં IPL 2021 સ્થગીત થયા બાદ ક્રિકેટમાં બ્રેકનો સમય વિતાવી રહ્યો છે. આ દરમ્યાન તે અવનવી તસ્વીરો શેર કરતો રહે છે.

Hardik Pandya જોવા મળ્યો એકદમ ફંકી લુકમાં, બુમરાહે ફંકી લુકની લીધી મજા, જુઓ તસ્વીર
Hardik Pandya

Follow us on

ભારતીય ક્રિકેટ ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં મુંબઇ પોતાના ઘરે ક્રિકેટ બ્રેક પસાર કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final) અને ઇંગ્લેંડ ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરાયો નથી. આમ તે હાલમાં IPL 2021 સ્થગીત થયા બાદ ક્રિકેટ બ્રેક સમય વિતાવી રહ્યો છે. આ દરમ્યાન તે અવનવી તસ્વીરો શેર કરતો રહે છે. તેણે વધુ એક તસ્વીર શેર કરી છે. જેમાં તે એકદમ ફંકી લુકમાં જોવા મળે છે.

હાર્દિક પંડ્યા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તેણે કેપ્શન લખવામાં માત્ર આંખના ઇમોજીને મુક્યુ છે. તસ્વીરમાં હાર્દિક પંડ્યા એકદમ મસ્ત ફંકી લુકમાં જોવા મળી રહ્યો છે. તેના આ અંદાજને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. તો વળી ભારતીય ક્રિકેટ ટીમના તેના સાથી જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) એ હાર્દિક પંડ્યાની પોષ્ટ પર કોમેન્ટ કરી હતી. બુમરાહે લખ્યુ હતુ કે, ઇગલ ગેંગ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઇગલ ગેંગ વિશે, બતાવી એ તો વર્ષ 2000 ના વર્ષ દરમ્યાન શાહરુખ ખાન (Shahrukh Kahn) ની ફિલ્મ ‘જોશ’ આવી હતી. જે ફિલ્મમાં બે ગેંગ બતાવાઇ હતી. જેમાંની એક ગેંગનુ નામ ઇગલ ગેંગ હતી. આમ બુમરાહે ઇગલ ગેંગ (Eagle Gang) લખીને કોમેન્ટ કરતા ફેન્સ પણ તેની પર કોમેન્ટ કરવા લાગ્યા હતા.

હાર્દિક, ટેસ્ટ ક્રિકેટ થી છે દુર

હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો હાર્દિક પંડ્યા તો તે છેલ્લા કેટલાક સમય થી ટેસ્ટ ક્રિકેટ થી દુર છે. ભારતીય ટીમ 18 જૂન થી શરુ થતી WTC ફાઇનલ ઉપરાંત ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. તે બોલીંગ કરવા માટે પુર્ણ રીતે ફીટ નહી હોવાને લઇને તે હાલમાં ઓલરાઉન્ડર તરીકે ટેસ્ટ ક્રિકેટ થી દુર રહી રહ્યો. જોકે તે મર્યાદિત ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. તે કારણે હાર્દિક શ્રીલંકા પ્રવાસ (ShriLanka Tour) માટે પસંદ થવાની પુરી સંભાવનાઓ ધરાવે છે.

Next Article