ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી છે. આ મેચ દરમિયાન જાસ્મીન વાલિયા મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરતી જોવા મળી હતી. ત્યારબાદ ટીમની બસમાં પણ જોવા મળી હતી. સામાન્ય રીતે આ બસમાં ક્રિકેટરના નજીકના લોકોને બેસવાની પરવાનગી હોય છે. આ સિવાય તેને VIP ટ્રીટમેન્ટ મળી રહી છે. સ્ટેડિયમમાં ફેમિલી સ્પોર્ટમાં તે જોવા મળે છે. ટીમની બસમાં પણ હવે તેની સીટ છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાસ્મીન વાલિયા મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટરો અને તેના પરિવાર સાથે બસમાં ચઢતી જોવા મળી હતી.IPL 2025 ની 12મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવીને સીઝનની પોતાની પહેલી જીત મેળવી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા સૂર્યકુમાર યાદવની પત્નીની બાજુમાં બેસેલી જોવા મળી હતી. તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલા જાસ્મીન વાલિયા આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં પણ જોવા મળી હતી. ભારતીય ટીમે ચેમ્પિયન ટ્રોફીની તમામ મેચ દુબઈમાં રમી હતી. આ દરમિયાન જાસ્મીન વાલિયા ટીમ ઈન્ડિયાની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી હતી. હવે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવી એ વાતનો સંકેત આપે છે કે, હાર્દિક અને જાસ્મીન વચ્ચે કાંઈ તો ચાલી રહ્યું છે.
પરંતુ બંન્ને તરફથી રિલેશનશિપને ઓફિશિયલ કરવામાં આવ્યા નથી. હાલમાં બંન્નેના ડેટિગની ચર્ચાઓ ચાલી રહી છે. હાર્દિક પંડ્યાના ગત્ત વર્ષે નતાશા સ્ટેકોવિક સાથે છૂટાછેડા થયા હતા.
જાસ્મીન વાલિયા ભારતીય મૂળ બ્રિટિશ સિંગર છે. જાસ્મીને અનેક આલ્બમમાં બોલિવુડમાં પોતાનો અવાજ આપ્યો છે. બોલિવુડમાં તેનું ગીત બમ ડિગી બમ બમ ખુબ ફેમસ થયું હતુ. સિંગિંગ સિવાય જાસ્મીન સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે. ઈન્સ્ટાગ્રામ પર જાસ્મીન વાલિયાના અંદાજે લાખોમાં ફોલોઅર્સ છે.
Published On - 11:16 am, Tue, 1 April 25