Hardik Pandya: હાર્દિક પંડ્યાને ક્રિકેટર દોસ્તે પોલીસમાં પકડાવવાની મજાક કરી અને પછી વાંચો આગળ શું થયું

|

Jun 03, 2021 | 2:23 PM

ભારતીય ટીમ (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya ) ને બિન્દાસ્ત ખેલાડી તરીકે જોવામાં આવે છે. હાર્દિક અને કિયરોન પોલાર્ડ (Kieron Pollard) બંને સારા દોસ્ત છે. આઇપીએલ દરમ્યાન પણ બંને એક બીજાને પોતાના પાક્કા દોસ્ત હોવાની વાત કહી ચુક્યા છે.

Hardik Pandya: હાર્દિક પંડ્યાને ક્રિકેટર દોસ્તે પોલીસમાં પકડાવવાની મજાક કરી અને પછી વાંચો આગળ શું થયું
Hardik Pandya

Follow us on

ભારતીય ટીમ (Team India) નાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya ) ને બિન્દાસ્ત ખેલાડી તરીકે જોવામાં આવે છે. હાર્દિક અને કિયરોન પોલાર્ડ (Kieron Pollard) બંને સારા દોસ્ત છે. આઇપીએલ દરમ્યાન પણ બંને એક બીજાને પોતાના પાક્કા દોસ્ત હોવાની વાત કહી ચુક્યા છે. IPL માં બંને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વતીથી રમી રહ્યા છે. જોકે એકવાર વેસ્ટઇન્ડીઝ પ્રવાસે (West Indies Tour) ટીમ સાથે પહોંચેલા હાર્દિક પંડ્યાને પોલાર્ડે પરસેવો વળાવી દીધો હતો.

ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝના પ્રવાસે ગઇ હતી. જ્યાં કિરોન પોલાર્ડે પોલીસ પાસે એરેસ્ટ કરાવી લીધો હતો. જોકે આ ઘટના કોઇ હકીકતમાં એરેસ્ટની નહોતી, પરંતુ એક મજાક હતી. મીડિયા રિપોર્ટસનુસાર હાર્દિકે જ વર્ણવેલી કહાની મુજબ, કિયરોન પોલાર્ડે એકવાર ટહેલતા હતા. એ દરમ્યાન પોલાર્ડે પુછ્યુ હતુ કે, તુ આટલો શાંત કેમ રહે છે. જેની પર મેં કહ્યુ હતુ કે, હું તમારી સાથે છુ અને તમારા દેશમાં છુ તેથી કોઇ ફીકર નથી.

દરમ્યાન પોલાર્ડે પોતાનો મુડ બદલ્યો હોય એમ હાર્દિકનો પગ ખેંચવાની શરુ કર્યુ હતુ. થોડી વારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે તેને એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બધુ જોઇને તો હું પહેલા તો કશુ બોલી જ ના શક્યો. હું વિચારતો હતો કે, ટીમ ઇન્ડીયાને બોલાવીને મામલો શાંત કરી શકાય છે. જોકે મારી ચિંતા વધારે વધે એ પહેલા જ પોલાર્ડે વાતની પોલ ખોલી દીધી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલાર્ડે મસ્તી કર્યા બાદ પોલ ખોલતા કહ્યું હતુ કે, જે પોલીસ ને બોલાવી છે તે તેનો ખાસ મિત્ર છે. તે પોલાર્ડનો એ સારો મિત્ર છે. આમ પોલાર્ડે પોતાના પોલીસમાં રેહલા મિત્ર સાથે મળીને તેને મજાકમાં ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જે વાતને હાર્દિક એક ટીવી શોમાં પણ કહી ચુક્યો છે.

Next Article