ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યા હાલમાં ચર્ચામાં છે. અંદાજે એક મહિનાથી તેના ટ્રેનિગ કરતા વીડિયો સામે આવી રહ્યા છે. વનડે વર્લ્ડકપ 2023 બાદ ક્રિકેટથી દુર હાર્દિક પંડ્યાનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વીડિયો શૂટિંગ સમયનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં સપોર્ટ સ્ટાફ પર હાર્દિક પંડ્યા ગુસ્સે થયો છે. હાર્દિક પંડ્યાનો આ ગુસ્સો જમવાને લઈને છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર પર લોકો શેર કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા કોઈ શૂટિંગ દરમિયાન તેને ફુડ આપવામાં આવે છે. તે કહે છે આ શું છે જલેબી અને ઢોકળા, મારે ફિટનેસ કરવાનું હોય છે. આ શું લાવ્યા છો ક્યાં છે મારા શેફ અને ન્યુટ્રીશનિસ્ટ, તે દરમિયાન સ્ટાફ મેમ્બર કહે છે , ‘સર, પ્લીઝ એડજસ્ટ’ કરી લો તો હાર્દિક કહે છે કે, ‘મારે શું એડજસ્ટ કરવું, તેનાથી મારો સ્ટેમિના બગડી જશે.’ ડાયરેક્ટર ક્યાં છે તેને બોલાવો.
આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ સોશિયલ મીડિયા પર આને લઈ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.કેટલાક લોકો તેના એટીટ્યુટ પર સવાલ ઉઠાવી રહ્યા છે. હાર્દિક પંડ્યા હવે સીધો આઈપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે જોવા મળશે.
આ વીડિયોનું ટીવી 9 કોઈ પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચો : એલિસા પેરીએ એવો શોટ માર્યો કે કારનો કાચ તુટી ગયો, જુઓ વીડિયો