IPL 2022 : લીગમાં ગ્લેન મેક્સવેલના નામે નોંધાયો સૌથી શરમજનક રેકોર્ડ, રાશિદ ખાનને પાછળ છોડ્યો

|

Apr 26, 2022 | 11:53 PM

IPL 2022 : ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ સામે શુન્ય રને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) ફરી નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 9 રને બનાવી આઉટ થયો હતો.

IPL 2022 : લીગમાં ગ્લેન મેક્સવેલના નામે નોંધાયો સૌથી શરમજનક રેકોર્ડ, રાશિદ ખાનને પાછળ છોડ્યો
Glenn Maxwell (PC: Twitter)

Follow us on

બેંગ્લોરના (RCB) તોફાની ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell) રાજસ્થાન રોયલ્સ (Rajasthan Rooyals) સામે પોતાની ટીમને નિરાશ કરી હતી. બેંગ્લોર 37 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી અને વિરાટ કોહલી અને કેપ્ટન ડુ પ્લેસિસ પેવેલિયન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં ટીમને મેક્સવેલ પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ તે આવ્યો અને ચાલ્યો ગયો. ચોથા ક્રમ પર બેટિંગ કરવા આવેલા ગ્લેન મેક્સવેલને કુલદીપ સેને ખાતું પણ ખોલવા દીધું ન હતું અને તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ મેચમાં શૂન્ય પર આઉટ થયા પછી ગ્લેન મેક્સવેલ IPL માં શૂન્ય પર આઉટ થનાર સૌથી વધુ ઓવર-સીઝન એટલે કે વિદેશી બેટ્સમેન બની ગયો છે.

ગ્લેન મેક્સવેલે તોડ્યો રાશિદ ખાનનો રેકોર્ડ

મેક્સવેલ રાજસ્થાન સામે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો અને તે IPL માં 12મી વખત આવી રીતે આઉટ હતો. જ્યારે તેણે શૂન્ય પર તેની વિકેટ ગુમાવી હતી. હવે તે આ લીગમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર વિદેશી ખેલાડી પણ બની ગયો છે. મેક્સવેલે અફઘાનિસ્તાનના સ્પિનર ​​રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે. જે IPL માં અત્યાર સુધી 11 વખત શૂન્ય પર આઉટ થયો છે. હવે રાશિદ ખાન વિદેશી ખેલાડી તરીકે આઈપીએલમાં શૂન્ય પર આઉટ થવાના મામલે બીજા નંબરે પહોંચી ગયો છે જ્યારે ગ્લેન મેક્સવેલ નંબર વન પર આવી ગયો છે.

આઈપીએલમાં સૌથી વધુવાર શુન્ય રને આઉટ થનાર ટોપ 6 વિદેશી ખેલાડીઓ

  1. 12: ગ્લેન મેક્સવેલ
  2. 11: રાશિદ ખાન
  3. શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
    નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
    ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
    આજનું રાશિફળ તારીખ : 28-04-2024
    પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
    એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
  4. 10: સુનિલ નરેન
  5. 10: એબી ડિવિલ્યર્સ
  6. 9: ક્રિસ મોરિસ
  7. 9: જેક કાલિસ

તમને જણાવી દઈએ કે આ મેચમાં બેંગ્લોર ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને રિયાન પરાગની અણનમ અડધી સદી (56 રન) ની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. બેંગ્લોર ટીમને જીતવા માટે 145 રન બનાવવાના હતા અને ટાર્ગેટ બહુ મોટો ન હતો. પરંતુ બેંગ્લોરની ટીમના બેટ્સમેનો રાજસ્થાનના બોલરો સામે ઘૂંટણિયે પડ્યા હતા. રાજસ્થાનની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. વિરાટ કોહલી પણ ફરી નિષ્ફળ રહ્યો હતો અને તે માત્ર 9 રને આઉટ થઇ ગયો હતો. આમ બેંગ્લોરની ટીમ આ મેચ 29 રને હારી ગઇ હતી.

આ પણ વાંચો : RCB vs RR IPL Match Result: રાજસ્થાનનો બેંગ્લોર સામે રોયલ વિજય, કુલદીપ-અશ્વિન સામે RCB 115માં ઓલઆઉટ

આ પણ વાંચો : Asia Championships : સાત્વિક-ચિરાગની જોડી બીજા રાઉન્ડમાં, પ્રથમ રાઉન્ડની મેચ 27 મિનિટમાં જીતી

Next Article