પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લા થોડા મહિનાથી સતત ખરાબ પ્રદર્શનના કારણે અલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે પાકિસ્તાનની ટીમના પૂર્વ કેપ્ટન યૂનિસ ખાને ટીમના સભ્ય અને સ્ટાર ખેલાડી બાબર આઝમ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસેથી કાંઈ શીખવું જોઈએ.યૂનિસે કહ્યું બાબરને જ્યારે કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી તે સમયે સૌથી શાનદાર બેટિંગ કરતો હતો.
તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે હું પણ ત્યાં હાજર હતો, પરંતુ હવે સ્થિતિ બિલકુલ વિપરીત છે, આવી સ્થિતિમાં તેમણે પોતે જ આ બાબતે વિચારવું જોઈએ.
પૂર્વ ક્રિકેટરે કરાંચી પ્રીમિયર લીગની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બાબર આઝમે નાની ઉંમરમાં મોટી સફળતાઓ મેળવી છે પરંતુ હવે તેમણે એ સમજવું જોઈએ કે, તેમણે ભવિષ્યમાં શું મેળવવું છે. કેપ્ટનશીપ કરવી નાની વસ્તુ છે. તમારે ટીમને ધ્યાનમાં રાખી પ્રદર્શન સુધારવું પડશે. તમારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, દેશ માટે રમવાની ફરી તક ન મળે. વિરાટ કોહલીને જુઓ. તેમણે પોતે કેપ્ટનશીપ છોડી દીધી હવે તેની બેટિંગ જુઓ. તેની બેટિંગ અલગજ લેવલની જોવા મળે છે.
તે સતત નવા રેકોર્ડ પણ બનાવે છે. જેનાથી આપણે ખબર પડે છે કે, એક ખેલાડી માટે પહેલી પ્રાથમિકતા હંમેશા દેશ માટે રમવું તે હોવી જોઈએ ન કે કેપ્ટનશીપ કરવી.
પાકિસ્તાની ટીમના ખેલાડી હંમેશા સોશિયલ મીડિયા કે પછી કોઈ પ્લેટફોર્મ પર પોતાના નિવેદનોને લઈ ચર્ચાનો વિષય બને છે. યૂનિસ ખાને આને લઈ કહ્યું કે, ખેલાડીઓએ નિવેદનના બદલે પોતાના પરફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ફિટનેસમાં સતત ધ્યાન આપવું જોઈએ. અને સોશિયલ મીડિયાને જેટલું બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન યૂનિસ ખાને સ્ટાર બેટ્સમેન બાબર આઝમની અલોચના કરી છે. હાલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટેસ્ટ સીરિઝમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ.
Published On - 8:44 am, Tue, 17 September 24