Yuvraj Singh : કેન્સર જેવી બીમારી સામે લડ્યા બાદ મેદાનમાં વાપસી કરનાર પૂર્વ ક્રિકેટર પર બનશે બાયોપિક

યુવરાજ સિંહના ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. યુવી પર બાયોપિક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે યુવીનું પાત્ર ક્યો સ્ટાર નિભાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.

Yuvraj Singh :  કેન્સર જેવી બીમારી સામે લડ્યા બાદ મેદાનમાં વાપસી કરનાર પૂર્વ ક્રિકેટર પર બનશે બાયોપિક
| Updated on: Aug 20, 2024 | 11:14 AM

ભારતીય પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પર ફિલ્મ બનશે. યુવીના બાયોપિકની જાહેરાત થઈ ચૂકી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોસ્ટ શેર કરી આ વાતની જાહેરાત કરી છે. તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વાતની જાણ કરી છે. ફિલ્મ સમીક્ષકે પોતાની પોસ્ટમાં લખ્યું કે,ભૂષણ કુમાર-રવિ ભગચાંદકા આ બાયોપિકને પ્રોડ્યુસ કરશે. પરંતુ યુવીની બાયોપિકમાં તેનું પાત્ર ક્યો અભિનેતા નિભાવશે, તેનું નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.

આ અભિનેતા યુવરાજ સિંહની બાયોપિકમાં જોવા મળશે!

તમને જણાવી દઈએ કે, યુવી ભારતના મહાન ક્રિકેટરમાંથી એક છે. તેના પ્રદર્શનને કારણે ભારતે 2011માં બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે મહત્વની વાત એ છે કે, હવે ક્યો અભિનેતા યુવરાજ સિંહની બાયોપિકમાં જોવા મળશે. યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, જો તેના પર બાયોપિક બને તો સિદ્ધાંત ચતુર્વેદીને તેનું પાત્ર નિભાવવું જોઈએ, હવે જોવાનું રહેશે કે યુવીના પાત્રને નિભાવવા માટે ક્યા સ્ટારને તક મળે છે. યુવરાજ સિંહની બાયોપિકમાં અભિનેતા રણબીર કપુર પણ એક વિકલ્પ હશે.

 

 

ધોનીની બાયોપિકમાં દિવગંત સ્ટાર સુશાંત સિંહ રાજપુતે પાત્ર નિભાવ્યું હતુ. સુશાંતે પોતાની એક્ટિંગથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ધોનીની બાયોપિકમાં સુશાંતની એક્ટિંગના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. એમએસ ધોની ધ અટોલ્ડ સ્ટોરી, બ્લોક બસ્ટર સાબિત થઈ હતી.

યુવરાજ સિંહનું ક્રિકેટ કરિયર

પોતાના ક્રિકેટ કરિયરમાં યુવરાજ સિંહે 40 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેના નામે 3 સદી અને 11 અડધી સદી સામેલ છે. આ સિવાય યુવરાજે 304 વનડે 8701 રન બનાવ્યા છે. વનડેમાં યુવીના નામે 14 સદી અને 52 અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ટી 20 ઈન્ટરનેશનલમાં યુવીએ 58 મેચ રમી કુલ 1177 રન બનાવ્યા હતા.

યુવરાજ સિંહના કેન્સરની સારવાર બોસ્ટનમાં કરવામાં આવી હતી. માર્ચ 2012માં કીમોથેરાપી પછી તેમને રજા આપવામાં આવી હતી. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડ્યા બાદ યુવીએ ક્રિકેટના મેદાનમાં વાપસી કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું.