Virat Kohli ઇંડાના ઉપયોગને લઇને ફેન્સના નિશાના પર, ઇંડાને લઇ કેમ થઇ રહ્યો છે ટ્રોલ, જાણો

|

Jun 01, 2021 | 2:18 PM

વિરાટ કોહલી (Virat Kohli) સોશિયલ મીડિયામાં નિશાન પર લાગ્યો છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર સવાલ જવાબ સેશનમાં પોતાના ડાયટ પ્લાનને શેર કર્યો હતો. જે લીસ્ટમાં ઇંડા પણ સામેલ હતા. હવે કોહલી વિગન (vegan) હોવાના દાવા છતાં ઇંડાના ઉપયોગને લઇ યુઝર્સના નિશાને ચઢ્યો.

Virat Kohli ઇંડાના ઉપયોગને લઇને ફેન્સના નિશાના પર, ઇંડાને લઇ કેમ થઇ રહ્યો છે ટ્રોલ, જાણો
Virat Kohli

Follow us on

હાલમાં ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) જવાની અંતિમ તૈયારીઓમાં છે. કેપ્ટન ખેલાડીઓ હાલમાં ફિટનેશને લઇને પૂરજોશ થી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli) હવે સોશિયલ મીડિયામાં નિશાન પર લાગ્યો છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર સવાલ જવાબ સેશનમાં પોતાના ડાયટ પ્લાનને શેર કર્યો હતો. જે લીસ્ટમાં ઇંડા પણ સામેલ હતા. હવે કોહલી વિગન (vegan) હોવાના દાવા છતાં ઇંડા ના ઉપયોગને લઇ યુઝર્સના નિશાને ચઢ્યો હતો.

કોહલીએ ‘આસ્ક મી એનીથીંગ’ દરમ્યાન ફેન્સને તેમના સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં તેણે એક સવાલના જવાબમાં, પોતાના ડાયટ પ્લાનને પણ શેર કર્યો હતો. જેમાં ખૂબ શાકભાજી, કેટલાક ઇંડા, 2 કોફી, દાળ, ખૂબ પાલક અને ઢોંસા નો સમાવેશ હતો. ડાયટ પ્લાનમાં ઇંડા નો ઉપયોગ કરતો હોવાથી ફેન્સ હવે પૂછવા લાગ્યા છે કે, ઇંડા ખાઇને વિગન કેવી રીતે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેપ્ટન વિરાટ કોહલી ને લઇને એ પણ સવાલ યુઝર્સ ઉઠાવવા લાગ્યા હતા કે પોતાને વિગન કેમ ગણાવે છે. ઇંડા જ ખાતા હોવા છતાં શાકાહારી બતાવવાને લઇને કેટલાકે આશ્વર્ય દર્શાવ્યુ હતુ. અનેક યુઝરે ટ્વીટર પર હવે કોહલીના ઇંડા ખાવાને લઇને ટ્રોલ કરવાનુ શરુ કર્યુ છે. તો ટ્રોલર્સ દરમ્યાન કેટલાકે તો લખ્યુ કે, કોહલી મુજબ હવે ઇંડા નોનવેજમાં નથી આવતા. તો કોઇએ મરઘીને વિગન બ્રિડ હોવાનૂ પૂછી લઇને કોહલી પર કટાક્ષ કર્યા હતા.

વિગન ડાયટ શુ છે ?

ટીમ ઇન્ડીયા (Team India ) ના કેપ્ટન વિરાટ કોહલી પોતાને ફૂડી બતાવી ચુક્યા છે. સાથે જ તેમણે ફિટનેસ ને ધ્યાને રાખીને તેઓએ ખાવાની આદતોને બદલી દીધી છે. 2019 ના દરમ્યાન કોહલીએ કહ્યુ હતુ કે, તે હવે પુરી રીતે શાકાહારી થઇ ચુક્યો છે. વર્ષ 2018માં તેઓએ મીટ, દુધ, અને ઇંડાને સંપૂર્ણ રીતે છોડી દીધા છે. સાથે જ તેણે નોનવેજ છોડીને વિગન ડાયટ (Vegan Diet) ખાવાનો નિર્ણય કર્યો છે. વિગન ડાયટમાં માત્ર તેવા જ ખાદ્ય પદાર્થો સમાવેશ થતો હોય છે, જે પુર્ણ રુપે પ્રાકૃતીક હોય. તે કોઇ જાનવર સાથે ના જોડાયેલ હોય.

Next Article