રવિચંદ્રન અશ્વિનની અચાનક નિવૃત્તિના નિર્ણયે બધાને ચોંકાવી દીધા. જે બાદ અશ્વિનની નિવૃત્તિ પાછળ કોઈ મોટું કારણ હશે એ વાતની પણ ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નિવૃત્તિની જાહેરાત પહેલા તેની અને ગંભીર વચ્ચે બ્રિસબેનમાં ઝઘડો થયો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં ગૌતમ ગંભીર અને આર અશ્વિન જોવા મળી રહ્યા છે. જેમાં અશ્વિન ભારતીય મુખ્ય કોચ તરફ આંગળી ચીંધીને કંઈક કહેતો જોવા મળે છે. કોચ પણ એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે. આ ફૂટેજ જોઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિસબેન ટેસ્ટ દરમિયાન કોઈ મુદ્દાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તસવીર જોઈને બંને વચ્ચેની લડાઈનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ TV9 આ વાતની પુષ્ટિ કરતું નથી. જોકે, આ પછી જ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ગંભીરના આવ્યા બાદ ભારતે 8 ટેસ્ટ રમી છે જેમાંથી ત્રણમાં અશ્વિન ટીમની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. આ પહેલા તેને ઈજા વિના કોઈ મેચમાંથી ડ્રોપ કરવામાં આવ્યો ન હતો.
#INDvAUS #INDvsAUS #GautamGambhir #Ashwin
Was there an argument going on between Ravichandran Ashwin and Gautam Gambhir ? Ash Anna was pointing finger while talking & body language didn’t look good, even Gambhir’s response was not well.
Feeling Forced for Retirement ? pic.twitter.com/e5fMYdBt8q
— g0v!ñD $#@®mA (@rishu_1809) December 18, 2024
PTIના અહેવાલ મુજબ અશ્વિન પસંદગીકારો અને ગૌતમ ગંભીરથી નારાજ હતો. તેની પાછળનું કારણ તેને આપેલું વચન હતું. વાસ્તવમાં, BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, અશ્વિન ન્યુઝીલેન્ડ સિરીઝમાં પોતાના પ્રદર્શનથી ખુશ નહોતો. જોકે બોર્ડ અશ્વિનને તેના રેકોર્ડના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બાકાત રાખવા માગતું ન હતું. બોર્ડ ઈચ્છતું હતું કે અશ્વિન પોતે નિર્ણય લે. અશ્વિને પસંદગીકારોને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેને ઓસ્ટ્રેલિયામાં બેન્ચ પર બેસાડવામાં આવશે તો તે પ્રવાસ પર નહીં જાય.
તેથી, અશ્વિન પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાની ખાતરી સાથે ત્યાં ગયો હતો. આમ છતાં પર્થમાં વોશિંગ્ટન સુંદરને તેના સ્થાને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. ત્યારે અશ્વિને તેનું મન બનાવી લીધું હતું, પરંતુ તેણે રોહિત સાથે વાત કરી હતી અને ભારતીય કેપ્ટને તેને નિવૃત્તિ લેતા અટકાવ્યો હતો. બાદમાં જ્યારે રોહિત ઓસ્ટ્રેલિયા પહોંચ્યો ત્યારે તેણે અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં ફરી તક આપી. પરંતુ અશ્વિનને બ્રિસ્બેનમાં યોજાનારી આગામી ટેસ્ટમાં ફરીથી પડતો મૂકવામાં આવ્યો હતો. તેનું સ્થાન રવીન્દ્ર જાડેજાએ લીધું હતું. આ બધી બાબતોથી અશ્વિન ગુસ્સે હતો. આ કારણે અશ્વિનને પણ પોતાના ભવિષ્યનો ખ્યાલ આવી ગયો અને તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો: Video: વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયન મહિલા પત્રકાર સાથે ઉગ્ર બોલાચાલી, મેલબોર્ન એરપોર્ટ પર મચ્યો હંગામો