Asia Cup 2025 : ‘રાજકારણ જીત્યું, શ્રેયસ અય્યર હારી ગયો’… BCCI પર લાગ્યો ગંભીર આરોપ

તેજસ્વી બેટ્સમેન શ્રેયસ ઐયરને એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. ઘણા ભારતીય ચાહકો આનાથી બિલકુલ ખુશ નથી અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. ફેન્સના મતે શ્રેયસ અય્યર BCCIના આંતરિક રાજકારણનો ભોગ બન્યો છે.

Asia Cup 2025 : રાજકારણ જીત્યું, શ્રેયસ અય્યર હારી ગયો... BCCI પર લાગ્યો ગંભીર આરોપ
Shreyas Iyer
Image Credit source: PTI
| Updated on: Sep 01, 2025 | 6:11 PM

ભારતીય ટીમે એશિયા કપ 2025 માટે પોતાની ટીમ જાહેર કરી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમમાં કુલ 15 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જોકે, શ્રેયસ અય્યરને ફરી એકવાર અવગણવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરનું પ્રદર્શન T20 ફોર્મેટમાં ખૂબ સારું રહ્યું છે અને તેણે IPL 2025માં પણ વિસ્ફોટક બેટિંગ કરી હતી. પરંતુ, તેમ છતાં, તે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી. આ અંગે ઘણા ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે એમ પણ લખ્યું છે કે રાજકારણ જીત્યું અને શ્રેયસ અય્યર હારી ગયો.

શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન

શ્રેયસ અય્યર હાલમાં ભારતના શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેનોમાંનો એક છે. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 51 T20 મેચ રમી છે જેમાં તેણે 30.66ની સરેરાશ અને 136.12ના સ્ટ્રાઈક રેટથી 1104 રન બનાવ્યા છે. તેણે આઠ અડધી સદી ફટકારી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 74 રન અણનમ છે. અય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

 

IPLમાં શાનદાર પ્રદર્શ છતાં અવગણના

IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતા શ્રેયસ અય્યરે 17 મેચોમાં 50.33ની સરેરાશ અને 175.07ના સ્ટ્રાઈક રેટથી 604 રન બનાવ્યા. તે આ ટુર્નામેન્ટમાં છઠ્ઠો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે છ અડધી સદી ફટકારી હતી અને તેનો શ્રેષ્ઠ સ્કોર 97 રન હતો. આવા શાનદાર આંકડા હોવા છતાં, અય્યરને T20 ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. તેણે ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની છેલ્લી T20 મેચ રમી હતી. ભારતે આ મેચ 6 રનથી જીતી હતી અને શ્રેયસ અય્યરે 37 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રનની તોફાની ઈનિંગ રમી હતી.

 

ફેન્સે BCCIને કર્યું ટ્રોલ

ઘણા લોકો ભારતીય BCCIને ટ્રોલ કરી રહ્યા છે કારણ કે તેઓ શ્રેયસ અય્યરને તક આપી રહ્યા નથી. એટલું જ નહીં, ભારતીય પુરુષ ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શ્રેયસ અય્યર વિશે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ અય્યને ટીમમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયો છે. તે ન તો તેની ભૂલ છે કે ન તો આપણી. તેણે તેની તકની રાહ જોવી પડશે.”

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવ અને અજિત અગરકરને BCCIએ ‘બચાવ્યા’, એશિયા કપ પ્રેસ કોન્ફરન્સમાં શું થયું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:14 pm, Tue, 19 August 25