ENG vs NED: ડેવિડ મલાને એવો છગ્ગો જમાવી દીધો કે, હરીફ ટીમના ખેલાડીઓએ ઝાડીઓમાં બોલ શોધવો પડ્યો-Video

|

Jun 17, 2022 | 8:10 PM

ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ (England vs Netherlands) વચ્ચે વન ડે સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના ડેવિડ મલાને (Dawid Malan) સદી નોંધાવી હતી. જોકે મેચમાં આઠમી ઓવરમાં મલાને એવો તો છગ્ગો જમાવી દીધો કે નેધરલેન્ડના ખેલાડીઓએ બોલને શોધવા જવુ પડ્યુ હતુ

ENG vs NED: ડેવિડ મલાને એવો છગ્ગો જમાવી દીધો કે, હરીફ ટીમના ખેલાડીઓએ ઝાડીઓમાં બોલ શોધવો પડ્યો-Video
નેધરલેન્ડના ખેલાડીઓ બોલને શોધવા ઝાડીઓમાં પહોંચ્યા હતા.

Follow us on

ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ (England vs Netherlands) વચ્ચે વન ડે સિરીઝ રમાઈ રહી છે. ત્રણ વન ડે મેચોની સિરીઝની પ્રથમ મેચ એમ્સ્ટેવલીનમાં રમાઈ રહી છે. આ દરમિયાન જે જોવા મળ્યુ એ વર્તમાન સમયમાં ક્રિકેટ માં ના જોવા મળે તેવી ઘટના હતી. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવી પડી હતી. ઇંગ્લેન્ડે જેસન રોયના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ માત્ર એક રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી ડેવિડ મલાન (Dawid Malan) અને ફિલિપ સોલ્ટે ઝડપી રન ઉમેર્યા હતા. બંનેએ બેવડી સદીની ભાગીદારી કરી હતી. પ્રથમ સોલ્ટે સદી ફટકારી હતી. જ્યારે મલાને પોતાની સદી પૂરી કરી હતી. ડેવિડ માલાને તેની શાનદાર સદીની ઇનિંગ દરમિયાન આવી સિક્સ ફટકારી હતી, જેના પછી આ આંતરરાષ્ટ્રીય મેચમાં જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો હતો.

ખેલાડીઓએ ઝાડીઓમાં બોલ શોધવા જવુ પડ્યુ હતુ

આ સિક્સર પછી બોલ ખોવાઈ ગયો હતો. નેધરલેન્ડના ખેલાડીઓ મેચ છોડીને ઝાડીઓમાં બોલને શોધતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લગભગ 8મી ઓવર છે. માલાને પીટરના બોલ પર લોંગ ઓવરમાં જબરદસ્ત સિક્સર ફટકારી હતી. જે બાઉન્ડરીની પાર ઝાડીઓમાં પડી હતી. આ પછી, ગ્રાઉન્ડ સ્ટાફ અને ખેલાડીઓએ બોલને શોધવા માટે ઘણી મહેનત કરવી પડી, પરંતુ બોલ ઝાડીઓમાં ખોવાઈ ગયો. મલાને તેની ODI કારકિર્દીની પ્રથમ સદી 90 બોલમાં ફટકારી હતી. આ ઈનિંગમાં ઈંગ્લિશ બેટ્સમેને 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

T20 કપની તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન

શ્રેણી શરૂ થાય તે પહેલાં, ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગને જણાવ્યું હતું કે કેવી રીતે આ પ્રવાસ આગામી સિઝન માટે તેનું લોન્ચિંગ પેડ હશે, જેમાં ઘણી દ્વિપક્ષીય શ્રેણી અને T20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. ઇંગ્લિશ કેપ્ટને કહ્યું હતું કે યોગ્ય ખેલાડીઓને યોગ્ય ભૂમિકામાં લેવાનો સમય આવી ગયો છે. વિશ્વ કપની તૈયારીઓ માટે જુલાઈ મહિનો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જુલાઈમાં અમારે 2 મજબૂત ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે.

Published On - 8:09 pm, Fri, 17 June 22

Next Article