IPL 2026 Auction: આ ખેલાડીનો PoK સાથે છે સંબંધ, હવે BCCI એ તેને IPLમાં એન્ટ્રી આપી

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદને IPL 2026 મીની ઓકશનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડીના પરિવારના મૂળ PoK સાથે જોડાયેલો છે, જેના કારણે તેને ઘણી વખત ભારતીય વિઝા મેળવવામાં વિલંબ થયો છે.

IPL 2026 Auction: આ ખેલાડીનો PoK સાથે છે સંબંધ, હવે BCCI એ તેને IPLમાં એન્ટ્રી આપી
Saqib Mahmood
Image Credit source: PTI
| Updated on: Dec 10, 2025 | 8:56 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝન માટે મીની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થવાનું છે. આ ઓક્શનમાં PoK સાથે જોડાયેલા એક ખેલાડી પર પણ બોલી લાગશે. આ ખેલાડીને ભારત પ્રવાસ પહેલા વધુ પડતી તપાસ (ચેકિંગ) નો સામનો કરવો પડે છે, ઘણીવાર તેને વિઝા મેળવવામાં વિલંબનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે તેને IPL ઓકશનમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. આ ખેલાડીનું નામ સાકિબ મહમૂદ છે, જે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર છે. સાકિબ મહમૂદે IPL 2026 ની મીની ઓકશન માટે ₹ 1.5 કરોડની બેઝ પ્રાઈઝ સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

સાકિબનું PoK કનેક્શન

સાકિબ મહમૂદનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો, પરંતુ તેના માતાપિતા મૂળ પાકિસ્તાન અટોકના વતની છે. આ વિસ્તાર PoKની સરહદે છે. અટોક ઐતિહાસિક રીતે કાશ્મીર સાથે ગાઢ સંબંધો ધરાવે છે, અને ઘણા બ્રિટિશ-પાકિસ્તાની પરિવારો આ પ્રદેશમાં મૂળ ધરાવે છે. જોકે, સાકિબ ઈંગ્લેન્ડમાં ઉછર્યો હતો અને 2015 માં લેન્કેશાયર કાઉન્ટી માટે ડેબ્યૂ કર્યું હતું. તે તેની ઝડપી સ્વિંગ બોલિંગ અને રિવર્સ સ્વિંગ માટે જાણીતો છે. 2019 માં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન પાકિસ્તાની મૂળને કારણે તેના વિઝા નકારી કાઢવામાં આવ્યા હતા. 2024 માં પણ આ જ મુદ્દો ઉભો થયો હતો અને 2025 ના ભારતના પ્રવાસ માટેનો તેના વિઝામાં વિલંબ થયો હતો.

સાકિબ મહમૂદની કારકિર્દી

સાકિબ મહમૂદે ઈંગ્લેન્ડ માટે 19 T20 મેચોમાં 21 વિકેટ લીધી છે. તેની ODI માં 25 અને ટેસ્ટ માં 6 વિકેટ છે. T20 કારકિર્દીમાં તેણે 91 મેચોમાં 123 વિકેટ લીધી છે. મેન્સ 100 ઉપરાંત સાકિબ PSL અને બિગ બેશ લીગમાં પણ રમી ચૂક્યો છે. બિગ બેશ લીગમાં સિડની થંડર માટે રમતા, તેણે 6 મેચોમાં 13 વિકેટ લીધી હતી. સ્પષ્ટપણે, સાકિબનું પ્રદર્શન પ્રભાવશાળી છે, હવે એ જોવાનું બાકી છે કે કઈ IPL ટીમ તેના પર બોલી લગાવશે.

આ પણ વાંચો: IPL માં જેના રમવા પર BCCI એ લગાવ્યો છે પ્રતિબંધ, તેને 5.6 કરોડ રૂપિયા આપશે કાવ્યા મારન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો