
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં યજમાન ટીમે ધમાકેદાર શરૂઆત કરી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમના ઓપનિંગ બેટ્સમેનોએ ભારતીય બોલરોની લાઇન-લેન્થને સંપૂર્ણપણે બગાડી દીધી.
જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણ બેઅસર સાબિત થયું અને ઇંગ્લેન્ડના ઓપનર્સે મેદાનની ચારેય બાજુ રનનો વરસાદ કરી દીધો.
આ મેચમાં ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટ અને જેકબ બેથેલની જોડીએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી. ખાસ વાત એ પણ છે કે, ઇંગ્લેન્ડને આ જ સિરીઝથી નવી ઓપનિંગ જોડી મળી છે અને આ જોડીએ પહેલી જ સિરીઝમાં મોટો કમાલ કરી બતાવ્યો છે. આ સદીની ભાગીદારીના દમ પર ઇંગ્લેન્ડે ભારતીય ટીમ સામે લોર્ડ્સના મેદાન પર 36 વર્ષનો લાંબો દુકાળ ખતમ કરી દીધો છે.
HISTORY CREATED AT THE HOME OF CRICKET!
Jacob Bethell and Ben Duckett have just shattered a decades-old record, registering the highest opening partnership for England in ODIs at Lord’s! pic.twitter.com/ploLcIKYwv
— CRIC WEEK (@cricweek) July 19, 2026
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા 26 વર્ષની લાંબી રાહ જોયા બાદ આ પ્રથમ એવી તક છે, જ્યારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડની કોઈ ઓપનિંગ જોડીએ ભારત સામે સદીની ભાગીદારી નોંધાવી હોય.
જો લોર્ડ્સના મેદાન પરના ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો, વર્ષ 2010 પછી આ પ્રથમ વખત બન્યું છે; જ્યારે ઇંગ્લેન્ડના શરૂઆતના બે બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 100 થી વધુ રન જોડ્યા હોય.
A superb 150-run opening stand between Jacob Bethell and Ben Duckett, with both batters still going strong. pic.twitter.com/ODRPt4u5sd
— CRICKETNMORE (@cricketnmore) July 19, 2026
આ પહેલા સપ્ટેમ્બર 2010 માં એન્ડ્રુ સ્ટ્રોસ અને સ્ટીવન ડેવિસની ઓપનિંગ જોડીએ પાકિસ્તાન સામે 113 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ કોઈ પણ ઇંગ્લિશ ઓપનિંગ જોડી આ મેદાન પર પ્રથમ વિકેટ માટે સદીનો આંકડો સ્પર્શી શકી નહોતી. જો કે, ડકેટ અને બેથેલની જોડીએ આ કારનામું હવે કરી બતાવ્યું છે.
આટલું જ નહીં, વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ઇંગ્લેન્ડ માટે આ ઓપનિંગ સદીની ભાગીદારી ઘણા લાંબા સમય પછી આવી છે. વર્ષ 2023 ના વન-ડે વર્લ્ડ કપમાં ધર્મશાલાના મેદાન પર બાંગ્લાદેશ સામે જોની બેરસ્ટો અને ડેવિડ મલાને પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. તે મેચ પછી ઇંગ્લેન્ડની ટીમ વન-ડે ક્રિકેટમાં પહેલીવાર કોઈ પણ મેદાન પર 100 થી વધુ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરવામાં સફળ રહી છે.
જણાવી દઈએ કે, બેથેલ 93 બોલમાં 91 રન કરીને પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને ડકેટનો પૂરેપૂરો સાથ આપ્યો હતો. ખાસ વાત એ છે કે, બંને ઓપનરે ઓપનિંગમાં જ રેકોર્ડ-બ્રેક 192 રન ફટકારી દીધા હતા.
Published On - 5:54 pm, Sun, 19 July 26