Ind vs Pak: ભારત અને પાકિસ્તાનની યજમાની કરવાના ઈંગ્લેન્ડના પ્રસ્તાવને BCCI ની ચોખ્ખી ના, કહ્યુ- સંભવ જ નથી

|

Sep 28, 2022 | 6:07 PM

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે રાજકીય સંબંધો સારા નથી અને તેથી જ બંને ટીમો એકબીજાના દેશની મુલાકાત લેતા નથી. આ કારણે બંને ટીમો લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.

Ind vs Pak: ભારત અને પાકિસ્તાનની યજમાની કરવાના ઈંગ્લેન્ડના પ્રસ્તાવને BCCI ની ચોખ્ખી ના, કહ્યુ- સંભવ જ નથી
BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝને લઈ ના કહી

Follow us on

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે ટેસ્ટ શ્રેણી યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવથી આશા જાગી હતી કે બંને પડોશીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ દ્વિપક્ષીય શ્રેણીનો દુષ્કાળ સમાપ્ત થશે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) ભવિષ્યમાં આવી શક્યતાઓને નકારી કાઢી છે. ચાહકો આ બંને ટીમો વચ્ચેની મેચ ક્યાં તો ICC ઇવેન્ટમાં અથવા એશિયા કપમાં જોવા મળે છે. આમ લાંબા સમયથી સફેદ કપડામાં એક બીજાની સામે મેદાનમાં જોવા મળી નથી અને હજુ પણ આ શકયતાઓ નજીકના ભવિષ્યમાં જણાતી નથી.

બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો સારા નથી અને તેથી જ બંને ટીમો એકબીજાના દેશની મુલાકાત લેતા નથી. આવી સ્થિતિમાં, ECBએ આ બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક મીડીયા અહેવાલ દ્વારા આ માહિતી સામે આવી છે. જ્યારે ECB એ આ ઓફર પોતાના ફાયદા માટે કરી છે, ત્યારે BCCI એ આના પર કહ્યું છે કે આગામી કેટલાક વર્ષોમાં આવી કોઈ શક્યતા નથી.

BCCI નું સ્ટેન્ડ આમ છે

બીસીસીઆઈના એક અધિકારીએ મંગળવારે ગોપનીયતાની શરતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, “પ્રથમ વાત એ છે કે ECB એ ભારત-પાક શ્રેણીને લઈને PCB સાથે વાત કરી છે, જે થોડી વિચિત્ર છે. કોઈપણ રીતે, પાકિસ્તાન સામેની શ્રેણીનો નિર્ણય બીસીસીઆઈ દ્વારા નહીં પરંતુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. યથાસ્થિતિ હજુ પણ અકબંધ છે. અમે બહુરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં જ પાકિસ્તાન સામે રમીશું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ECBએ PCB સાથે વાત કરી

એક મીડિયા અહેવાલ મુજબ, ECBના ઉપાધ્યક્ષ માર્ટિન ડાર્લોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે વાત કરી હતી. આ વાતચીત ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્તમાન T20 શ્રેણીમાં થઈ છે. તેણે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડના મેદાનનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ECB ને પણ ફાયદો થશે

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે ત્યારે સ્ટેડિયમો ખીચોખીચ ભરાઈ જાય છે. તાજેતરમાં, યુનાઇટેડ આરબ અમીરાતમાં રમાયેલા એશિયા કપ-2022માં આ જોવા મળ્યું હતું. ECBએ પણ આ પ્રસ્તાવ એ અર્થમાં કર્યો છે કે આ મેચો તેના સ્ટેડિયમમાં દર્શકોને લાવશે. કોઈપણ રીતે, ઈંગ્લેન્ડમાં ભારત અને પાકિસ્તાનના લોકોની સારી એવી સંખ્યા છે.

પાકિસ્તાની ખેલાડીઓ IPL માં રમતા નથી

પાકિસ્તાનની ટીમ 2013માં ભારતના પ્રવાસે આવી હતી. આ પ્રવાસમાં તેણે ત્રણ મેચની વનડે શ્રેણી રમી જેમાં ભારત 1-2થી હારી ગયું. આ સાથે બે T20 મેચ પણ રમાઈ હતી જેમાં એક મેચમાં ભારત અને બીજી મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ આ લીગમાં રમતા હતા, પરંતુ તે પછી પાકિસ્તાની ખેલાડીઓને ઈન્ડિયન લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

T20 વર્લ્ડ કપમાં સામનો કરવો પડશે

તાજેતરમાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બે વખત ટકરાયા હતા. એક મેચમાં ભારત અને એક મેચમાં પાકિસ્તાન જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આવતા મહિનાથી T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન બંને 23 ઓક્ટોબરે આમને-સામને થશે.

 

 

Published On - 9:48 am, Wed, 28 September 22

Next Article