ENG vs PAK: પાકિસ્તાનના બોલર સામે લિવિંગસ્ટોને લગાવી સૌથી લાંબી સિક્સર, બોલ બાજુના મેદાનમાં પડ્યો, જુઓ

|

Jul 20, 2021 | 8:39 AM

પાકિસ્તાનના બોલરોમાં એક પ્રકારે બોલીંગ કરવાનુ ઝનૂન હોવાનો પ્રદર્શિત કરવા પ્રયાસ કરતા હોય છે. પરંતુ ઇંગ્લેન્ડ ના લિયામ લિવિંગસ્ટોને (Liam Livingstone) તેના ઝનૂનને ભ્રમમાં ફેરવતો છગ્ગો લગાવી દીધો હતો.

ENG vs PAK: પાકિસ્તાનના બોલર સામે લિવિંગસ્ટોને લગાવી સૌથી લાંબી સિક્સર, બોલ બાજુના મેદાનમાં પડ્યો, જુઓ
Liam Livingstones Longest Six

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન (England vs Pakistan) વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. પાકિસ્તાને શ્રેણીની બીજી T20 મેચ માં ઇંગ્લેન્ડ સામે હાર મેળવી પડી હતી. મેચ દરમ્યાન ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન (Liam Livingstone) એ પાકિસ્તાન સામે પોતાની બેટિંગ દરમ્યાન સૌથી લાંબી સિક્સર લગાવી હતી. લિવિંગસ્ટોન હાલમાં ફુલ ફોર્મમાં છે. તેણે હવે લાંબી સિક્સર ફટકારનારા બેટ્સમેન તરીકે સૌથી આગળ હોવાનુ નામ નોંધાવી દીધુ છે.

ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની T20 શ્રેણીની બીજી મેચમાં 45 રનથી જીત મેળવી હતી. ત્રણ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડે શ્રેણી ને 1-1 થી બરાબર કરી લીધી છે. બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરવા દરમ્યાન ઇંગ્લેન્ડ એ 200 રન પાકિસ્તાન સામે કર્યા હતા જેની સામે પાકિસ્તાનની ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 155 રન બનાવી શકી હતી. જો કે ઇંગ્લેન્ડની બેટિંગ ઇનીંગમાં લિવિંગસ્ટોન સૌનું આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.

વિડિયો જોવા માટે ક્લિક કરો 

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લિવિંગસ્ટોને ગગનચુંબી 122 મીટર લાંબી સિક્સર લગાવી હતી. જે છગ્ગાનો બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો હતો. લિવિંગસ્ટોને ઇંગ્લેન્ડની બેટિંગ દરમ્યાનની 16મી ઓવર દરમ્યાન આ કમાલ કર્યો હતો. પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફ લઈ આવ્યો હતો. જેની ઓવરના પ્રથમ બોલ પર જ લિવિંગસ્ટોને ક્રિઝ પર ઊભા ઊભા જ સામેની બાજુ પર વિશાળ સિક્સર લગાવી હતી. લિવિંગસ્ટોને લગાવેલી સિક્સરનો બોલ એમરલ્ડ સ્ટેડિયમના ત્રણ માળની ઉપર થઈને બાજુમાં રહેલા રગ્બી ગ્રાઉન્ડમાં જઈ પડ્યો હતો.

લિવિંગસ્ટોન122 મીટર લાંબો સિક્સર ફટકારી ફેન્સની વાહવાહી મેળવી રહ્યો છે. પરંતુ આ પહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ લીનએ બિગ બેશ લીગમાં માં શોન ટેટના બોલ પર 121 મીટર લાંબો છગ્ગો લગાવ્યો હતો. ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કોરી એન્ડરસને 120 લાંબો છગ્ગો લગાવ્યો હતો. યુવરાજ સિંહ (YuvrajSinh) પણ લાંબો છગ્ગો લગાવવામાં પાછળ નથી. તેણે 2007 ના T20 વિશ્વકપ દરમ્યાન આ પરાક્રમ કર્યુ હતુ. તેણે સેમિફાઇનલમાં 119 મીટર લાંબો છગ્ગો લગાવ્યો હતો. જે તેણે બ્રેટ લી ના બોલ પર લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતીય ટીમની કાઉન્ટી ઈલેવન સામે મેચ પહેલા જ ઋષભ પંતનો કોરોના રિપોર્ટ આવ્યો સામે, જાણો શું આવ્યો રિપોર્ટ?

Published On - 7:00 am, Tue, 20 July 21

Next Article