England Vs Pakistan: ઈંગ્લેન્ડ માટે નથી રમવા ઈચ્છતા આ 2 ખેલાડી, પાકિસ્તાન પ્રવાસ પહેલા કર્યો ઈન્કાર

|

Sep 16, 2022 | 9:39 PM

ઈંગ્લેન્ડ (England Cricket Team) ના આ બંને સ્પિનરો હાલમાં ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં તેમને 7 મેચની T20 શ્રેણી રમવાની છે, પરંતુ 3 મહિના પછી તેઓ ટેસ્ટ શ્રેણી માટે આવવા માંગતા નથી.

England Vs Pakistan: ઈંગ્લેન્ડ માટે નથી રમવા ઈચ્છતા આ 2 ખેલાડી, પાકિસ્તાન પ્રવાસ પહેલા કર્યો ઈન્કાર
Moeen Ali અને Adil Rashid એ ટેસ્ટ ટીમમાં રમવાથી ના ભણી છે

Follow us on

બેન સ્ટોક્સની કેપ્ટન્સી અને બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ (England Cricket Team) નવી ઉર્જા અને નવા જોશમાં જોવા મળી રહી છે. આ બંનેના આગમન પહેલા, ઇંગ્લિશ ટીમ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી 17 ટેસ્ટ મેચમાંથી માત્ર 1 જ જીતી શકી હતી, જ્યારે તેને 10 થી વધુ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ફેરફાર બાદ એવું માની શકાય છે કે દરેક ઈંગ્લિશ ખેલાડી આ ટીમનો ભાગ બનવા ઈચ્છશે, પરંતુ બે ખેલાડીઓ એવા છે જેમણે ટેસ્ટ ટીમમાં રમવાનો ઈન્કાર કરી દીધો છે. મોઈન અલી (Moeen Ali) અને આદિલ રશીદે (Adil Rashid) ટેસ્ટ ટીમમાં સામેલ નથી થયા અને જોડાવવા ઈચ્છતા પણ નથી.

ટેસ્ટ ટીમમાં વાપસી કરવા તૈયાર નથી

ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર અને ODI-T20 ટીમના વાઇસ-કેપ્ટન મોઈન અલી અને મહાન લેગ-સ્પિનર ​​આદિલ રશીદે ટેસ્ટ ટીમમાં પરત ફરવાની ઓફરને ફગાવી દીધી છે. ઈંગ્લેન્ડની એક જાણિતીક્રિકેટ વેબસાઈટના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બંને ખેલાડીઓને પાકિસ્તાન પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં પરત ફરવાની ઓફર કરી હતી, પરંતુ બંને તેના માટે તૈયાર નથી.

રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ તાજેતરમાં જ ટેસ્ટ ટીમનો ભાગ બનેલા બે અનુભવી સ્પિનરોનો સંપર્ક કર્યો હતો અને ડિસેમ્બરમાં પાકિસ્તાનના પ્રવાસ માટે તેમની ઉપલબ્ધતા પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ બંને ખેલાડીઓ સ્પિનર્સને આડેહાથ લેતા હતા. અલગ-અલગ કારણોસર ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત નથી અને ટીમનો હિસ્સો બની શકશે નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાકિસ્તાન પ્રવાસ પહેલા ઇનકાર

રિપોર્ટમાં દાવો કર્યો છે કે મોઈન અલી પાકિસ્તાન પ્રવાસ પર ખેલાડીઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને લઈને શંકામાં છે. એટલું જ નહીં, ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય એવો છે, જ્યારે તે કેટલીક મોટી ફ્રેન્ચાઈઝી લીગમાં રમતા જોવા મળશે. મોઇનને દક્ષિણ આફ્રિકા અને UAEમાં શરૂ થનારી બે નવી T20 લીગની ટીમોએ કરારબદ્ધ કર્યા છે. આ બંને લીગ ડિસેમ્બર-જાન્યુઆરી આસપાસ શરૂ થવાની છે.

જો કે, મોઈન આગામી દિવસોમાં આ બાબતે કોચ મેક્કુલમ સાથે ઔપચારિક વાટાઘાટો કરવા તૈયાર છે અને તેના સ્ટેન્ડમાં ફેરફારની અપેક્ષા રાખી શકાય છે. મોઈને ગયા વર્ષે ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

રાશિદ-મોઈન T20 ટીમનો ભાગ છે

બીજી તરફ, લેગ-સ્પિનર ​​આદિલ રશીદે તેની ફિટનેસ, ખાસ કરીને ખભાની સમસ્યાને ટાંકીને કહ્યું છે કે તે વર્કલોડને મેનેજ કરવા માટે ટેસ્ટ ટીમમાં પાછો ફરશે નહીં. આ બંને ખેલાડીઓ હાલમાં ઈંગ્લિશ ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં યજમાન ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 મેચની T20 સિરીઝ રમવાની છે. બંને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમનો પણ ભાગ છે.

Published On - 9:27 pm, Fri, 16 September 22

Next Article