ENG vs NZ : લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ખરાબ બેટિંગને લઈને બેન સ્ટોક્સ પર સવાલો ઉઠ્યા

|

Jun 03, 2022 | 4:17 PM

ENG vs NZ : ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENGvNZ) વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ (Lord's Test) મેચનો પ્રથમ દિવસ સંપૂર્ણ રીતે બોલરોના નામે રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 132 રનમાં સમેટાઈ ગઈ હતી.

ENG vs NZ : લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ખરાબ બેટિંગને લઈને બેન સ્ટોક્સ પર સવાલો ઉઠ્યા
ENG vs NZ

Follow us on

પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને ન્યૂઝીલેન્ડ (New Zeland Cricket) સામે લોર્ડ્સ ટેસ્ટ (Lord’s Test Match) ના પહેલા દિવસે ઈંગ્લેન્ડ (England Cricket) ની ખરાબ બેટિંગ પર મોટા સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું છે કે ઇંગ્લિશ ટીમે ભલે ગમે તેટલી મહેનત કરી હોય. પણ ટેકનિક અને માનસિક રીતે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. નાસિર હુસૈન અનુસાર બેન સ્ટોક્સ પહેલા હાફમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો હતો. પરંતુ બીજા હાફમાં વાસ્તવિકતા સામે આવી.

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સંપૂર્ણ રીતે બોલરોના નામે રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 132 રનમાં સમેટાઈ ગઈ હતી. તો ઇંગ્લેન્ડની હાલત પણ આવી જ હતી અને તેણે માત્ર 116 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જેક ક્રોલી અને એલેક્સ લીસે પહેલી વિકેટ માટે 59 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ એક પછી એક વિકેટ પડવા લાગી હતી અને ઇંગ્લેન્ડનો ધબડકો જોવા મળ્યો હતો. આમ ઈંગ્લેન્ડે 116 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઇંગ્લેન્ડે હજુ પણ પોતાની બેટિંગ પર કામ કરવું પડશેઃ નાસિર હુસૈન

નાસિર હુસૈને ડેઈલી મેલમાં લખેલી પોતાની કોલમમાં યજમાનોની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું, “બેન સ્ટોક્સે ભલે પહેલા હાફમાં સારું પ્રદર્શન કર્યું હોય. પરંતુ બીજા હાફમાં તેને યાદ અપાવ્યું કે ઈંગ્લેન્ડની બેટિંગમાં હજુ પણ સમસ્યાઓ છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ટેકનિકલ અને માનસિક કામ કરવું પડશે.”

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડનો કોઈ પણ બેટ્સમેન લાંબી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. જેક ક્રાઉલે ચોક્કસપણે 43 રન બનાવ્યા. પરંતુ બાકીના બેટ્સમેનો ફ્લોપ રહ્યા. 5 બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. કેપ્ટન બેન સ્ટોક્સ પોતે માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તો જોની બેરસ્ટો અને જો રૂટ જેવા દિગ્ગજો પણ ફ્લોપ રહ્યા હતા. જોવાનું એ રહે છે કે ઇંગ્લેન્ડ તેની પ્રથમ ઇનિંગમાં કેટલા રન બનાવી શકે છે.

Next Article