AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs NZ: ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સન ઇજાગ્રસ્ત, સેંટનર ઇજાને લઇ ઇંગ્લેંડ સામે શ્રેણીથી બહાર

ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England Vs New Zealand) વચ્ચે હાલમાં બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. ન્યુઝીલેન્ડ માટે ચિંતા વધી ગઇ છે. બીજી ટેસ્ટ પહેલા જ સ્પિનર મિશેલ સેંટનર (Mitchell Santner) ઇજાને લઇને બીજી ટેસ્ટ થી બહાર થઇ ગયો છે. જ્યારે કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) પણ ઇજા ગ્રસ્ત છે.

ENG vs NZ: ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સન ઇજાગ્રસ્ત, સેંટનર ઇજાને લઇ ઇંગ્લેંડ સામે શ્રેણીથી બહાર
Kane Williamson
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 09, 2021 | 7:21 AM
Share

ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England Vs New Zealand) વચ્ચે હાલમાં બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. જે પૈકી ની બીજી મેચ 10 જૂન થી એજબેસ્ટન ખાતે રમાનારી છે. પરંતુ ન્યુઝીલેન્ડ માટે ચિંતા વધી ગઇ છે. કારણ કે બીજી ટેસ્ટ પહેલા જ સ્પિનર મિશેલ સેંટનર (Mitchell Santner) ઇજાને લઇને બીજી ટેસ્ટ થી બહાર થઇ ગયો છે. જ્યારે કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) પણ ઇજા ગ્રસ્ત છે. ઇગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી.

ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનને ડાબી બાજુની કોણીમાં ઇજા પહોંચી છે. જેની પર નજર રાખવામાં આવી રહી છે. જેનો આગળની મેચમાં રમવાને લઇને બુધવારે નિર્ણય કરાશે એમ મંગળવારે જાણકારી અપાઇ હતી. ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડ એ આ અંગે જાણકારી આપી હતી. ન્યુઝીલેન્ડ વિલિયમસનની ઇજાને લઇને કોઇપણ પ્રકારનુ જોખમ ઉઠાવવા માંગતુ નથી.

ન્યુઝીલેન્ડ માટે વિલિયમસની હાજરી વિશ્વ ટેસ્ટ ચેમ્પિનશીપ ફાઇનલ મેચમાં જરુરી છે. આમ ન્યુઝીલેન્ડે બીનજોખમકારક ઉપાયો અપનાવવા પ્રયાસ કર્યો છે. જ્યારે મિશેલ સેંટનર ની ઇન્ડેક્સ ફિંગર માં કટ લાગ્યો છે. જેને લઇને તે બીજી ટેસ્ટ મેચ માટે બહાર થયો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટના બ્લેકકેપ અધિકૃત ટ્વીટર દ્રારા ટ્વીટ કરીને જાણકારી શેર કરાઇ હતી.

જે ટ્વીટમાં ટીમના કોચ ગેરી સ્ટીડ એ કહ્યુ હતુ કે, બર્મિધમમં લોર્ડઝમાં રમેલા તમામ બોલરો નહી રમી શકે. ટ્રેટ બોલ્ટ પરત ફર્યો છે. તે બીજી ટેસ્ટ મેચમાં રમી શકે છે. મિશેલ સેંટનર ની આંગળીમાં ઇજાને લઇને તે બીજી ટેસ્ટ થી બહાર થઇ ગયો છે. વિલિયમસનને ડાબી કોણી પર ઇજા ને લઇને તેની પર સતત નજર રખાઇ રહી છે. જેના રમવા અંગેના નિર્ણયની રાહ જોવાઇ રહી છે.

પ્રથમ ટેસ્ટમા વિલિયમ્સન નિષ્ફળ

લોર્ડઝમાં રમાયેલી ઇંગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં કેન વિલિયમસન બેટીંગમાં નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ઇનીંગમાં 13 અને બીજી ઇનીંગમાં માત્ર 13 રન બનાવ્યા હતા. બોલ્ટ પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યો નહોતો, પરંતુ હવે તે ટીમ સાથે ફરી થી જોડાઇ ગયો છે. ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ મેચ બાદ એજબેસ્ટન થી સાઉથમ્પ્ટન રવાના થશે. ટીમ ઇન્ડીયા હાલમાં સાઉથમ્પ્ટનમાં છે.

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">