ENG vs NZ: ભારતીય પીચો પર સવાલ કરનારા ઈંગ્લેંડને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શરુ થતા જ આપ્યો જબરદસ્ત જવાબ

|

Jun 02, 2021 | 11:26 PM

ઈંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England Vs New Zealand) વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ આજે લંડનના લોર્ડઝમાં શરુ થઈ છે. આ મેચને લઈ પૂર્વ ક્રિકેટર વાસિમ જાફરે (Wasim Jaffer) જબરદસ્ત અંદાજથી પીચ રિપોર્ટનો કટાક્ષ લગાવ્યો છે.

ENG vs NZ: ભારતીય પીચો પર સવાલ કરનારા ઈંગ્લેંડને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શરુ થતા જ આપ્યો જબરદસ્ત જવાબ
Grassy pitch

Follow us on

ઈંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England Vs New Zealand) વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ આજે લંડનના લોર્ડઝમાં શરુ થઈ છે. આ મેચને લઈ પૂર્વ ક્રિકેટર વાસિમ જાફરે (Wasim Jaffer) જબરદસ્ત અંદાજથી પીચ રિપોર્ટનો કટાક્ષ લગાવ્યો છે. ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ચેન્નાઈ અને અમદાવાદ ટેસ્ટ દરમ્યાન ઈંગ્લેંડના પૂર્વ ક્રિકેટર દ્વારા કરાતા કટાક્ષનો વળતો જવાબ જાફરે આપ્યો છે. આમ તો જે તે વખતે જ જાફરે જવાબવાળીને સોશિયલ મીડિયા યુદ્ધ ચલાવ્યુ હતુ.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ભારતીય પીચને લઈને ચેન્નાઈ ટેસ્ટ અને અમદાવાદ ટેસ્ટ દરમ્યાન ઈંગ્લેંડના પૂર્વ દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા હતા. હવે જાણે કે આજ વાતનો ફરી એકવાર જવાબ આપવાનું વાસિમ જાફર ચુક્યો નથી. ભારતીય પીચોની સરખામણી હળ વડે ખેડાણ સાથે કરવા સુધી કરાઈ હતી.

 

મોકા પર છગ્ગો લગાવવા માફક ઈંગ્લેંડને આંગણે ટેસ્ટ સિરીઝ શરુ થતાં જ જાફરે આપ્યો છે. તેણે તસ્વીર શેર કરતા લખ્યુ હતુ કે, એમ લાગી રહ્યું છે કે ઈંગ્લેંડે સ્ટાર્ટર માટે હરા-ભરા કબાબ ઓર્ડર કર્યો છે.

 

જાફરે આ તસ્વીર દ્વારા ઈશારા ઈશારામાં કહી દીધુ કે ખૂબ ઘાસ છે. જે ઝડપી બોલરોને ખૂબ મદદ આપી શકે છે. સ્વાભાવિક છે કે, ભારતીય પીચો ટર્ન લેતી હોય છે. જ્યારે ઈંગ્લેંડમાં ઘાસના પ્રમાણને લઈને ઝડપી બોલરને મદદ કરતી હોય છે. પરંતુ વ્યવહારીક વાતોને પચાવવાને બદલે હાર બાદ ભારતીય પીચોને નિશાને લીધી હતી.

 

ઈંગ્લેંડ ન્યુઝીલેન્ડ ટેસ્ટ

ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટેનો નિર્ણય કર્યો છે. આ મેચમાં ઈંગ્લેંડ તરફથી જેમ્સ બ્રેસી અને ઓલી રોબિન્સનને ડેબ્યૂ કરવાની તક મળી છે. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી ડેવન કોન્વેએ ડેબ્યૂ કર્યુ હતુ. ન્યુઝીલેન્ડ ઈંગ્લેંડ સામે બે ટેસ્ટ મેચ રમ્યા બાદ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત સામે મેદાને ઉતરશે.

Next Article