ENG vs NZ : ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ બેટ્સમેન આવી રીતે આઉટ થયો, નિકોલ્સના આઉટ થતા વીડિયો થઈ રહ્યો છે વાયરલ

|

Jun 25, 2022 | 1:29 PM

Cricket : મેચની 56મી ઓવરમાં જેક લીચ બોલિંગ કરી રહ્યો હતો. ન્યુઝીલેન્ડનો હેનરી નિકોલ્સ (Henry Nicholls) સામે બેટીંગ કરી રહ્યો હતો. જ્યારે તેણે શોટ રમ્યો ત્યારે બોલ નોન-સ્ટ્રાઈકરના છેડે અથડાયો અને ડેરીલ મિશેલના બેટ સાથે અથડાયો.

ENG vs NZ : ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ બેટ્સમેન આવી રીતે આઉટ થયો, નિકોલ્સના આઉટ થતા વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Henry Nicholls (PC: England Cricket)

Follow us on

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલ ટેસ્ટ સીરિઝ (Test Series) ની ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. જેમાં એક એવી ઘટના સામે આવી છે જે ક્રિકેટના ઇતિહાસ (Cricket History) માં પહેલીવાર બની છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચેની મેચમાં જે રીતે ન્યુઝીલેન્ડના બેટ્સમેન હેનરી નિકોલ્સ (Henry Nicholls) ગુરૂવારે વિચિત્ર રીતે આઉટ થયો. ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ બેટ્સમેન આવો આઉટ થયો હશે. આ રીતે આઉટ થવાની રીત જોઈને બધા ક્રિકેટ પ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ચાલી રહી છે

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડે 123 રનના સ્કોર સુધી તેની 5 વિકેટ ગુમાવી દીધી હતી. હેનરી નિકોલ્સ ટીમની 5મી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યો હતો. વાસ્તવમાં જેક લીચ મેચની 56મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. ન્યુઝીલેન્ડનો હેનરી નિકોલ્સ સામે બેટીંગ કરી રહ્યો હતો. જ્યારે તેણે શોટ રમ્યો ત્યારે બોલ નોન-સ્ટ્રાઈકરના છેડે ઉભેલા ડેરીલ મિશેલના બેટ સાથે અથડાયો. તેણે બચવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ મિશેલના બેટને અથડાયા બાદ બોલ સીધો મિડ-ઓફમાં ઉભેલા લીજના હાથમાં ગયો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ન્યુઝીલેન્ડ પહેલી ઇનિંગમાં 329 રનમાં ઓલઆઉટ થઇ ગઇ

આ રીતે નિકોલસ 19 રન બનાવીને ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો. જો મેચની વાત કરીએ તો અત્યાર સુધીની આ ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વરસાદના કારણે મેચ થોડો સમય માટે રોકય હતી. પણ ત્યાર બાદ મેચ ફરી શરૂ થઇ હતી અને પુરી ટીમ 329 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે સૌથી વધુ રન કર્યા હતા. તેણે 109 રન ફટકાર્યા હતા અને સદી ફટકારી હતી. તો વિકેટકીપર બેટ્સમેન ટોમ બ્લનડેલે તેનો સુંદર સાથ આપ્યો હતો અને તેણે 55 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જેક લિચે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. તો બ્રોડે 3 વિકેટ ઝડપી હતી.

 

 

જવાબમાં ઇંગ્લેન્ડે સારી શરૂઆત કરી ન હતી અને બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડ 6 વિકેટે 264 રનનો સ્કોર કર્યો હતો. જોની બેયરસ્ટો (130* રન) અને જેમી ઓવરટન (89* રન) બેટિંગ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 3 અને નીલ વેગનરે 2 વિકેટ ઝડપી હતી.

Next Article