ENG vs NZ: ઈંગ્લેન્ડે રુટની સદીના દમ પર ન્યુઝીલેન્ડ પર 5 વિકેટે જીત મેળવી, નવા કેપ્ટન બેન સ્ટોક્સની વિજયી શરુઆત

|

Jun 05, 2022 | 5:14 PM

ઈંગ્લેન્ડે (England Cricket Team) આ મેચ જીતીને શ્રેણીની શાનદાર શરૂઆત કરી છે અને તે જ સમયે નવા કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) અને નવા કોચ બ્રેન્ડન મેક્કુલમના કાર્યકાળની પણ શાનદાર શરૂઆત થઈ છે.

ENG vs NZ:  ઈંગ્લેન્ડે રુટની સદીના દમ પર ન્યુઝીલેન્ડ પર 5 વિકેટે જીત મેળવી, નવા કેપ્ટન બેન સ્ટોક્સની વિજયી શરુઆત
Joe Root એ શાનદાર સદી ફટકારી હતી

Follow us on

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે (England Cricket Team) લોર્ડ્સના મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ ને પાંચ વિકેટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને (ENG vs NZ) જીતવા માટે 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે પોતાના પ્રથમ દાવના ખરાબ પ્રદર્શનને પાછળ છોડીને પૂર્વ કેપ્ટન જો રૂટ (Joe Root) ની શાનદાર સદીની ઈનિંગ્સના આધારે રવિવારે મેચના ચોથા દિવસે પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. નવા કેપ્ટન બેન સ્ટોક્સ અને નવા ટેસ્ટ કોચ બ્રેન્ડન મેક્કુલમના માર્ગદર્શન હેઠળ, તે ન્યૂ ઈંગ્લેન્ડ છે જેણે જીત સાથે શરૂઆત કરી છે. બંને ટીમો પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી શકી ન હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 132 રન બનાવ્યા હતા. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 285 રન બનાવીને ઈંગ્લેન્ડને સારો ટાર્ગેટ આપ્યો હતો.

રૂટે બીજી ઇનિંગમાં અણનમ 115 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 170 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા ફટકાર્યા. સુકાની પદ છોડ્યા બાદ રૂટની આ પ્રથમ મેચ હતી, આ મેચમાં તે પોતાના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે. આ તેની કારકિર્દીની 26મી સદી હતી અને આ સાથે તેણે ટેસ્ટમાં પોતાના 10,000 રન પૂરા કર્યા છે. તેના સિવાય કેપ્ટન બેન સ્ટોક્સે 54 રન બનાવ્યા હતા. સ્ટોક્સે 110 બોલની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા.

વિજય નિશ્ચિત મનાતો હતો

ઇંગ્લેન્ડે ચોથા દિવસની શરૂઆત પાંચ વિકેટના નુકસાન પર 216 રનથી કરી હતી. તે જીતથી 61 રન દૂર હતી. રૂટે તેની ઇનિંગ્સને 77 રન સુધી લંબાવી હતી અને તેની સાથે બેન ફોક્સ હતો જેણે નવ રન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. આ બંનેએ ન્યુઝીલેન્ડને કોઈ સફળતા હાંસલ કરવા દીધી ન હતી. રૂટે કોઈપણ મુશ્કેલી વિના પોતાની સદી પૂરી કરી હતી. ફોક્સ 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. ફોક્સે 92 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કાયલ જેમિનસને પરેશાન કરી દીધા

મેચના ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડના યુવા જમણા હાથના ફાસ્ટ બોલર કાઈલ જેમિનસને ઈંગ્લેન્ડને ખૂબ પરેશાન કર્યા હતા. તેણે એલેક્સ લીસ (20), જેક ક્રોલી (9), જોની બેરસ્ટો (16), સ્ટોક્સની વિકેટ લીધી હતી. તેના સિવાય ટ્રેન્ટ બોલ્ટ બીજા દાવમાં સફળતા મેળવવામાં સફળ રહ્યો. તેણે ઓલી પોપ (10)ને આઉટ કર્યો. આ પહેલા ન્યૂઝીલેન્ડના બે બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી અને બીજા દાવમાં ન્યૂઝીલેન્ડને સારા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ડેરીલ મિશેલે 108 રન અને ટોમ બ્લંડલે 96 રન બનાવ્યા હતા. મિશેલ અને બ્લંડલે 195 રનની ભાગીદારી કરી, જેના આધારે ન્યુઝીલેન્ડ 250 રનને પાર કરી શક્યું.

Published On - 5:09 pm, Sun, 5 June 22

Next Article