ENG vs NZ: ન્યુઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ XI કરી જાહેર, આ યુવા ફાસ્ટ બોલર કરશે ડેબ્યુ

|

Jun 01, 2022 | 4:57 PM

Cricket : 2 જૂનથી લોર્ડ્સમાં (Lords Cricket) રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડની (England Cricket) ટેસ્ટ ટીમના મુખ્ય કોચ હશે. જ્યારે ટીમનું નેતૃત્વ ન્યૂઝીલેન્ડમાં જન્મેલા બેન સ્ટોક્સ કરશે.

ENG vs NZ: ન્યુઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ XI કરી જાહેર, આ યુવા ફાસ્ટ બોલર કરશે ડેબ્યુ
Ben Stokes and Brendon McCullum (PC: England Cricket)

Follow us on

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે 2 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (Lords Cricket Ground) પર રમાશે. જેના માટે યજમાન ઈંગ્લેન્ડે (England Cricket) પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડની ટીમમાં આ ટેસ્ટ શ્રેણીને લઈને ઘણા ફેરફારો જોવા મળશે. જેમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) પ્રથમ વખત નિયમિત ટેસ્ટ કેપ્ટન તરીકે રમતા જોવા મળશે.

ત્યારે ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમ (Brendon Mccullum) પણ મુખ્ય કોચ તરીકે પદાર્પણ કરશે. બીજી તરફ જો આપણે પ્રથમ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો તેમાં 23 વર્ષીય ફાસ્ટ બોલર મેથ્યુ પોટ્સ (Matthew Potts)નો સમાવેશ કરવામાં આવ્યો છે, તે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 704મો પુરૂષ ખેલાડી બનશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

2 જૂનથી લોર્ડ્સમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ હશે. જ્યારે ટીમનું નેતૃત્વ ન્યૂઝીલેન્ડમાં જન્મેલા બેન સ્ટોક્સ કરશે. વાસ્તવમાં લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ત્યારબાદ જો રૂટે (Joe Root) વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારને કારણે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે

જો રુટને ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની ટીમના પ્રદર્શન માટે પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જેમાં ટીમ વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી 17 ટેસ્ટ મેચમાંથી માત્ર 1 મેચમાં જ જીતી શક્યું હતું. આ દરમિયાન ટીમને ઘરઆંગણે ટેસ્ટ મેચોમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે ન્યૂઝીલેન્ડ સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં ફરી એકવાર અનુભવી ફાસ્ટ બોલર જોડી સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) અને જેમ્સ એન્ડરસન (James Anderson)ની વાપસી જોવા મળી છે. આ સિવાય ભૂતપૂર્વ ટેસ્ટ સુકાની જો રૂટ પણ જવાબદારી ઓછી થયા બાદ બેટ્સમેન તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપવાનો પ્રયાસ કરશે.

ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમઃ

જેક ક્રોલી, એલેક્સ લીસ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સુકાની), બેન ફોક્સ (વિકેટકીપર), મેથ્યુ પોટ્સ, જેક લીચ, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ.

Next Article