શું રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવા માંગે છે? પોતે જ આપ્યો તેનો જવાબ

Team India : રવિ શાસ્ત્રી (Ravi Shastri) લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા. તેમના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. તે જ સમયે, ટીમ લાંબા સમય સુધી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર રહી.

શું રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવા માંગે છે? પોતે જ આપ્યો તેનો જવાબ
Ravi Shastri (File Photo)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Apr 26, 2022 | 10:43 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ સ્પષ્ટ કર્યું છે કે ઓસ્ટ્રેલિયામાં 0-4 થી હાર્યા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team) ના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપનાર ક્રિસ સિલ્વરવુડને બદલવામાં તેઓ રસ ધરાવતા નથી. 59 વર્ષીય રવિ શાસ્ત્રીએ કહ્યું કે ભારતીય ટીમ (Team India) સાથે 7 વર્ષ સુધી તેણે 14 માંથી 10 ટેસ્ટ શ્રેણી જીતી અને રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગઇ હતી. આ સાથે જ તેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં 2 વખત ટેસ્ટ શ્રેણી હરાવી હતી.

ધ ગાર્ડિયનને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે (રવિ શાસ્ત્રી) ઈંગ્લેન્ડના કોચ બનવામાં રસ ધરાવશે છે? તો આ અંગે રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ કહ્યું, “અરે ના, એ રસ્તે ન જશો. મને ભારત સાથે 7 વર્ષ પછી ઈંગ્લેન્ડનો મુખ્ય કોચ બનવામાં કોઇ જ રસ નથી.” રવિ શાસ્ત્રીને એવું પણ લાગ્યું કે જો બેન સ્ટોક્સ (Ben Stokes) ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરવાનું નક્કી કરશે તો તે મેદાન પર વધુ સારું પ્રદર્શન કરી શકશે.

રવિ શાસ્ત્રીને લાગે છે કે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા ઈંગ્લેન્ડ (England Cricket) ને ઝડપી બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) અને સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) ને ટીમમાં પાછા લાવવાની જરૂર છે. કારણ કે અનુભવનો કોઈ વિકલ્પ નથી. તમને જણાવી દઇએ કે ઈંગ્લેન્ડની સૌથી સફળ બોલિંગ જોડીએ અત્યાર સુધીમાં 1177 ટેસ્ટ વિકેટ લીધી છે.

ઉલ્લેખનીય છે કે રવિ શાસ્ત્રી લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ હતા. તેમના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં 2 વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. તે જ સમયે, ટીમ લાંબા સમય સુધી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર રહી. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ 2021 T20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ ગયો છે.

આ પણ વાંચો : IPL 2022: જોસ બટલર સિઝન 2022માં પ્રથમ વાર ડિજિટમાં થયો આઉટ, 8મી ઈનીંગમાં 8 રન પર ગુમાવી વિકેટ, સ્ટ્રાઈક રેટ 88.88નો રહ્યો

આ પણ વાંચો : RR vs DC, IPL 2022: રિયાન પરાગની અડધી સદી વડે બેંગ્લોર સામે રાજસ્થાને 145 નુ લક્ષ્ય રાખ્યુ, સિરાજ, હસરંગા અને હેઝલવુડની જમાવટ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati