ENG vs NZ 1ST Test: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ 23 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે

|

Jun 05, 2022 | 4:27 PM

Cricket : જો રૂટ (Joe Root) 23 રન પૂરા કરશે તો તે તેના ભૂતપૂર્વ સુકાની એલિસ્ટર કૂક (Aliester Cook) સાથેની ક્લબમાં જોડાઇ જશે અને 10,000 રન પૂરા કરનાર સૌથી યુવા ખેલાડી તરીકે એલિસ્ટર કૂક સાથે સંયુક્ત રીતે આ રેકોર્ડ પોતાના નામે કરશે.

ENG vs NZ 1ST Test: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ 23 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે
Joe Root (PC: The Guardian)

Follow us on

ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ (Lord’s Test) માં ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket) એ જીત માટે 277 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડે રમતના ત્રીજા દિવસે 5 વિકેટે 216 રન બનાવ્યા હતા. પૂર્વ સુકાની જો રૂટ (Joe Root) 77 રન સાથે ક્રિઝ પર છે અને તેની પાસે મેચના ચોથા દિવસે પોતાના 10,000 રન પૂરા કરવાની સાથે સાથે પોતાની ટીમને જીત તરફ લઈ જવાની તક છે.

જો રુટ 10,000 ક્લબમાં જોડાવાથી માત્ર 23 રન દુર

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પુર્વ સુકાની જો રૂટ (Joe Root) તેની કારકિર્દીમાં 10,000 રન પૂરા કરવાથી માત્ર 23 રન દૂર છે. આ સિદ્ધિ હાંસલ કરવા ઉપરાંત તેની પાસે લોર્ડ્સ ટેસ્ટ (Lord’s Test) ના ચોથા દિવસે પોતાની ટીમને વિજય તરફ દોરી જવાની જવાબદારી પણ હશે. જો તે 23 રન પૂરા કરશે તો તે તેના ભૂતપૂર્વ સુકાની એલિસ્ટર કૂક (Aliester Cook) સાથેની ક્લબમાં જોડાઇ જશે અને 10,000 રન પૂરા કરનાર સૌથી યુવા ખેલાડી તરીકે એલિસ્ટર કૂક સાથે સંયુક્ત રીતે આ રેકોર્ડ પોતાના નામે કરશે. એટલું જ નહીં તે ટેસ્ટ ક્રિકેટમાં દસ હજાર રન પૂરા કરનાર 90ના દાયકામાં જન્મેલ પ્રથમ ક્રિકેટર બનશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

10 હજાર રન પુરા કરનાર 10મો સૌથી ફાસ્ટ બેટ્સમેન

23 રન બનાવતાની સાથે જ તે ઇનિંગ્સની દ્રષ્ટિએ ઝડપથી 10 હજાર રન પૂરા કરનાર 10મો બેટ્સમેન બની જશે. આ યાદીમાં તે પોતાના પૂર્વ સુકાની એલિસ્ટર કૂકને પાછળ છોડી દેશે. એલિસ્ટર કુકે આ સિદ્ધિ 229 ઇનિંગ્સમાં હાંસલ કરી હતી. જ્યારે જો રૂટ માત્ર 218 ઇનિંગ્સમાં જ આ સિદ્ધિ મેળવી શકે છે. આ પહેલા રમતના ત્રીજા દિવસે તેણે કારકિર્દીની 54મી અડધી સદી પૂરી કરી હતી.

ટેસ્ટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર 9મો બેટ્સમેન

ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં સૌથી વધુ અર્ધ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના નામે છે. તેણે 68 અડધી સદી ફટકારી છે. જો રૂટ આ મામલામાં 9મો બેટ્સમેન બની ગયો છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં 54 અડધી સદી પૂરી કરી છે અને હવે તે આ મામલે એલિસ્ટર કુકથી 3 અડધી સદી પાછળ છે.

Next Article