ENG vs IND Jasprit Bumrah: સુકાની જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવુ કરનાર માત્ર છઠ્ઠો ભારતીય બોલર

|

Jul 05, 2022 | 3:56 PM

Cricket : ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. બુમરાહ હવે ઝહીર ખાન અને અનિલ કુંબલે (Anil Kumble) જેવા બોલરોની ક્લબમાં સામેલ થઈ ગયો છે.

ENG vs IND Jasprit Bumrah: સુકાની જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવુ કરનાર માત્ર છઠ્ઠો ભારતીય બોલર
Jasprit Bumrah (File Photo)

Follow us on

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહ હવે સેના દેશો (SENA Countries) માં 100 વિકેટ લેનારો છઠ્ઠો ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડના ઓપનર જેક્સ ક્રાઉલીને આઉટ કરીને આ સ્થાન પર પહોંચ્યો હતો.

જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડમાં 37, ઓસ્ટ્રેલિયામાં 32, ન્યુઝીલેન્ડમાં 6 અને દક્ષિણ આફ્રિકામાં 26 વિકેટ ઝડપી છે. કપિલ દેવ, ઈશાંત શર્મા, ઝહીર ખાન, મોહમ્મદ શમી અને અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં 100 કે તેથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

SENA દેશોમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ (ભારતીય બોલર)

અનિલ કુંબલેઃ 141 વિકેટ
ઈશાંત શર્માઃ 130 વિકેટ
ઝહીર ખાનઃ 119 વિકેટ
મો. શમીઃ 119 વિકેટ*
કપિલ દેવઃ 117 વિકેટ
જસપ્રીત બુમરાહઃ 101 વિકેટ*

 

 

ઇંગ્લેન્ડને 378 રનનો મળ્યો લક્ષ્યાંક

મેચની વાત કરીએ તો એલેક્સ લીસ અને જેક ક્રોલીએ બીજા દાવમાં 107 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. ચાના સમયના થોડા સમય પહેલા સુકાની જસપ્રીત બુમરાહે ક્રાઉલીને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી. ત્યાર બાદ ચાના સમય બાદ બુમરાહે ઓલી પોપને પણ નવા બોલથી શૂન્ય રને આઉટ કર્યો હતો. જો કે જો રૂટ અને જોની બેયરસ્ટોની શાનદાર ભાગીદારીના કારણે ચોથા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું.

આ પહેલા ભારતનો બીજો દાવ 245 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. જેના કારણે ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુલાકાતી ટીમ માટે માત્ર ચેતેશ્વર પૂજારા અને રિષભ પંત જ અડધી સદી ફટકારી શક્યા હતા. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી સુકાની બેન સ્ટોક્સે 33 રનમાં 4 વિકેટ ઝડપી હતી. ભારતને પાંચ મેચોની શ્રેણી જીતવા માટે આ મેચમાં ઓછામાં ઓછી ડ્રો જરૂર છે.

Next Article