Jasprit Bumrah IND vs ENG: જસપ્રીત બુમરાહ મચાવી રહ્યો હતો તબાહી, ત્યારે કોમેન્ટ્રી કરી રહેલ રવિ શાસ્ત્રીએ કહ્યું- આ શું થયું…

|

Jul 03, 2022 | 9:30 AM

Cricket : ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચમાં બેટથી તબાહી મચાવી હતી. રવિ શાસ્ત્રી પણ બુમરાહની આ બેટિંગનો ચાહક બની ગયો છે.

Jasprit Bumrah IND vs ENG: જસપ્રીત બુમરાહ મચાવી રહ્યો હતો તબાહી, ત્યારે કોમેન્ટ્રી કરી રહેલ રવિ શાસ્ત્રીએ કહ્યું- આ શું થયું...
Jasprit Bumrah (PC: Twitter)

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે રમાઈ રહેલી એજબેસ્ટન ટેસ્ટ મેચના બીજા દિવસે જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) બેટથી ધમાલ મચાવી હતી. ભારતીય કેપ્ટન બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 35 રન બનાવ્યા. જેમાંથી 29 રન ભારતના કેપ્ટન જસપ્રિત બુમરાહના બેટમાંથી આવ્યા. જ્યારે બાકીના છ રન વાઇડ અને નો બોલના માધ્યમથી થયા હતા.

જસપ્રીત બુમરાહની રેકોર્ડબ્રેક બેટિંગથી ક્રિકેટ જગત ચોંકી ગયું છે. બુમરાહની આ ઇનિંગ પર ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ પણ પ્રતિક્રિયા આપી છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે બુમરાહે જે કામ કર્યું તેની કલ્પના પણ કરી શકાતી નથી. ભારત માટે બુમરાહે પ્રથમ દાવમાં અણનમ 31 રન બનાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

રવિ શાસ્ત્રીએ બીસીસીઆઈ દ્વારા શેર કરેલા વીડિયોમાં કહ્યું કે, ‘હવે મને ન કહો કે હું ફરીથી માઈક પર હતો. જ્યારે 35 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે 36 ફટકાર્યા હતા, મેં પણ છ સિક્સર ફટકારી હતી. પરંતુ બુમરાહે જે કર્યું તે અકલ્પનીય છે. બુમરાહે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે નંબર-10 પર બેટિંગ કરવા આવ્યો હતો અને પ્રથમ વખત ટીમની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે. તેણે બ્રાયન લારા, જ્યોર્જ બેઈલી અને કેશવ મહારાજને પાછળ છોડી દીધા.’

રવિ શાસ્ત્રીએ આગળ કહ્યું કે, ‘તમને લાગે છે કે તમે બધું જોયું છે. પરંતુ તમારે સમજવું જોઈએ કે તમે હજી પણ આ રમતના વિદ્યાર્થી છો. બીજા દિવસે કંઈક બીજું તમને આશ્ચર્યચકિત કરશે. પણ આજે મેં જે જોયું તે એકદમ અલગ જ હતું. તમે જાણો છો કે જસપ્રીત બુમરાહે બેટિંગ કરતા એક ઓવરમાં 35 રન બનાવ્યા. જેમાં પોતાના 29 રન હતા. તેણે એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

 

સ્ટુઅર્ટ બ્રોડ હવે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બની ગયો છે. આ પહેલા એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ત્રણ ખેલાડીઓના નામે હતો. જેણે 28-28 રન ફટકાર્યા હતા. સૌથી પહેલા દક્ષિણ આફ્રિકાના રોબિન પીટરસને વર્ષ 2003માં વિન્ડીઝ સામે જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા. ત્યાર બાદ એન્ડરસને 2013માં અને જો રૂટે 2020માં આ કારનામું કર્યું હતું. બ્રોડે ટી20માં એક ઓવરમાં છ છગ્ગા પણ ખાધા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન (એક ઓવરમાં)

1) 35 રનઃ સ્ટુઅર્ટ બ્રોડ, હર્મિંઘમ, 2022*
2) 28 રનઃ આર. પીટરસન, જોહનિસબર્ગ, 2003
3) 28 રનઃ જેમ્સ એન્ડરસન, પર્થ, 2013
4) 28 રનઃ જો રુટ, પોર્ટ એળિજાબેથ, 2020

Next Article