ENG vs IND: જસપ્રીત બુમરાહે હાર બાદ આપી મોટી પ્રતિક્રિયા

|

Jul 05, 2022 | 8:15 PM

Cricket: ટીમ ઈન્ડિયા (Team India)ને અંતિમ દિવસના પહેલા સેશનમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ શ્રેણી પણ 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. સુકાની જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

ENG vs IND: જસપ્રીત બુમરાહે હાર બાદ આપી મોટી પ્રતિક્રિયા
Jos Buttler and Jasprit Bumrah (PC: England Cricket)

Follow us on

ભારતીય ટીમ (Team India)ને ઈંગ્લેન્ડ સામે ની પાંચમી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને અંતિમ દિવસના પહેલા સેશનમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આમ શ્રેણી પણ 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતીય સુકાની જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)એ આ અંગે મોટી પ્રતિક્રિયા આપી છે. સુકાની જસપ્રીત બુમરાહ ને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

અમારે હજુ થોડા વધુ રન કરવાની જરુરી હતીઃ જસપ્રીત બુમરાહ

પોતાને ઓલરાઉન્ડર કહેવાના મુદ્દે જસપ્રિત બુમરાહે કહ્યું કે હું આટલું આગળ જવું પસંદ નહીં કરું. જો તમારી પાસે ત્રણ સારા દિવસો હોય તો પણ તે ટેસ્ટ ક્રિકેટની સુંદરતા છે. ગઈકાલે અમે બેટથી થોડા રન ઓછા કરી શક્યા. જેથી હરીફ ટીમે અમારી પાસે થી મેચ છીનવી લીધી. જો પહેલાની વાત કરીએ તો જો પ્રથમ મેચમાં વરસાદ ન પડ્યો હોત તો અમે શ્રેણી જીતી શક્યા હોત. પરંતુ ઈંગ્લેન્ડ ખરેખર સારું રમ્યું. અમે સિરીઝ ડ્રો કરી દીધી છે અને બંને ટીમોએ ખૂબ જ સારું ક્રિકેટ રમ્યું હતું અને આ યોગ્ય પરિણામ હતું. રિષભ પંતે તક ઝડપી લીધી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મને જવાબદારી ગમે છેઃ જસપ્રીત બુમરાહ

ભારતીય કેપ્ટને કહ્યું કે અમે રમતમાં આગળ હતા. રાહુલ દ્રવિડ હંમેશા અમને માર્ગદર્શન અને સમર્થન આપવા માટે હાજર હતા. અમે અમારી બોલિંગ લાઈનમાં થોડા સખ્ત બની શક્યા હોત અને બાઉન્સનો ઉપયોગ કર્યો હોત. મને જવાબદારી ગમે છે. તે એક સારો પડકાર હતો, નવો પડકાર હતો. ટીમનું નેતૃત્વ કરવું એ એક સન્માન અને મહાન અનુભવ હતો.

 

નોંધનીય છે કે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 416 રન બનાવ્યા હતા. જવાબી ઈનિંગ્સ રમતા ઈંગ્લિશ ટીમ 284 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે તેના બીજા દાવમાં 245 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 378 રનના ટાર્ગેટ સાથે મેચ જીતી હતી અને સીરિઝ 2-2થી સરભર કરી ડ્રો કરવામાં સફળ રહી હતી.

Next Article