ENG vs IND: કોમેન્ટ્રી દરમિયાન કોહલીને ‘છમિયા’ કહ્યું હતું, હવે સોશિયલ મીડિયામાં લોકો સહેવાગને ટ્રોલ કરી રહ્યા છે

|

Jul 04, 2022 | 1:47 PM

Virender Sehwag on Virat Kohli: એજબેસ્ટન ટેસ્ટમાં વીરેન્દ્ર સેહવાગે કોમેન્ટ્રી દરમિયાન વિરાટ કોહલીને 'છમિયા' કહ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ સેહવાગની નિંદા કરી રહ્યા છે.

ENG vs IND: કોમેન્ટ્રી દરમિયાન કોહલીને છમિયા કહ્યું હતું, હવે સોશિયલ મીડિયામાં લોકો સહેવાગને ટ્રોલ કરી રહ્યા છે
Virender Sehwag and Virat Kohli (PC: TV9)

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની એજબેસ્ટન ટેસ્ટ (Test Match) માં વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) એ કોમેન્ટ્રી દરમિયાન કંઈક એવું કહ્યું હતું જેના માટે સોશિયલ મીડિયા પર લોકો તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે. હકિકતમાં મેચ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) સ્લિપમાં ઉભા રહીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આના પર સેહવાગના મોઢામાંથી વિરાટ માટે ‘છમિયા’ (Chamiya) શબ્દ નીકળી ગયો હતો. સેહવાગ હવે આ ટિપ્પણીના નિશાના પર છે.

વીરેન્દ્ર સેહવાગની આ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી બંને હાથ ઉંચા કરીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. પોતાના ડાન્સ પર ટિપ્પણી કરતા મોહમ્મદ કૈફ કહે છે કે હવે વિરાટ કોહલીને જુઓ, જેના પર સેહવાગ કહે છે, ‘છમિયા ત્યાં ડાન્સ કરી રહ્યો છે’.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વિરાટ કોહલી માટે સેહવાગની આ ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હંગામો થયો છે. કેટલાક ક્રિકેટ ચાહકો દાવો કરી રહ્યા છે કે હિન્દી કોમેન્ટ્રી દિવસેને દિવસે બકવાસ બની રહી છે. તો કેટલાક સેહવાગને કોમેન્ટ્રીમાંથી હટાવવાની માગ કરી રહ્યા છે.

 

 

 

એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પકડ મજબુત

અત્યાર સુધી ત્રણ દિવસની રમત એજબેસ્ટન ખાતે થઈ છે. વરસાદથી પ્રભાવિત આ ત્રણ દિવસ બાદ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાની કુલ લીડ 257 રન થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને 125 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પુજારા (50) અને ઋષભ પંત (30) ક્રિઝ પર હાજર છે.

Next Article