રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર, મોહમ્મદ સિરાજને લઈ આવ્યા ખરાબ સમાચાર

દુલીપ ટ્રોફીની શરૂઆત પહેલા જ મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજા બંને ઈન્ડિયા B ટીમમાંથી બહાર થઈ ગયા છે. ઉમરાન મલિક પણ આ મેચમાં નહીં રમે, તે ઈન્ડિયા C ટીમનો ભાગ હતો. દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર, મોહમ્મદ સિરાજને લઈ આવ્યા ખરાબ સમાચાર
Mohammad Siraj & Ravindra Jadeja
| Updated on: Aug 27, 2024 | 3:52 PM

5 સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફીની શરૂઆત પહેલા જ ત્રણ મોટા ખેલાડીઓ આ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા દુલીપ ટ્રોફીમાં નહીં રમે, બંને ઈન્ડિયા B ટીમનો ભાગ હતા. અહેવાલો અનુસાર, મોહમ્મદ સિરાજ બીમાર છે અને તેના માટે દુલીપ ટ્રોફી મેચ સુધી ફિટ રહેવું મુશ્કેલ છે. રવીન્દ્ર જાડેજા સાથે પણ કંઈક આવું જ થયું છે, તેમની તબિયત પણ સારી નથી. બીજી તરફ ઈન્ડિયા C ટીમમાં સામેલ થયેલા ફાસ્ટ બોલર ઉમરાન મલિક પણ નાદુરસ્ત તબિયતના કારણે રમી શકશે નહીં.

નવદીપ સૈની-ગૌરવ યાદવને મળી તક

ઉમરાન મલિકની જગ્યાએ ગૌરવ યાદવને ઈન્ડિયા Bમાં તક મળી છે. ઈન્ડિયા Bમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી અનંતપુર, આંધ્રપ્રદેશ અને બેંગલુરુમાં શરૂ થશે. દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા D ટકરાશે.

 

દુલીપ ટ્રોફી ટીમ અને સ્કવોડ

ભારત A: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહેમદ, અવેશ ખાન, વિધ્વત કવિરપ્પા, કુમાર કુશાગ્ર, શાશ્વત રાવત.

ભારત B: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, રિષભ પંત, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચાહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીશન.

ભારત C: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ, સૂર્યકુમાર યાદવ, બી ઈન્દરજીત, ઋત્વિક શૌકીન, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિષક વિજયકુમાર, અંશુલ કંબોડ, હિમાંશુ ચૌહાણ, મયંક વરરાણી, મયંક માર્કંડે, આર્યન જુયાલ, સંદીપ વોરિયર.

ભારત D: શ્રેયસ અય્યર, અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિકલ, ઈશાન કિશન, રિકી ભુઈ, સારાંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત, સૌરભ કુમાર.

આ પણ વાંચો: ICC Women’s T20 World Cup 2024 માટે BCCIએ 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો