ધોનીનો નવો અવતાર સામે આવ્યો, ‘અથર્વ’ બનીને જંગ લડશે, પસંદ આવી રહ્યો છે લોકોને ધોનીનો નવો લુક

|

Feb 03, 2022 | 5:27 PM

મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી વેબ સીરિઝ અથર્વ (Atharva: The Origin) નું ટ્રેલર રિલીઝ, માહીએ ચાહકો સાથે ટ્રેલર રિલીઝ કર્યું

ધોનીનો નવો અવતાર સામે આવ્યો, અથર્વ બનીને જંગ લડશે, પસંદ આવી રહ્યો છે લોકોને ધોનીનો નવો લુક
MS Dhoni Atharva : The Origin

Follow us on

મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Sinh Dhoni)ને લઇને કહેવામાં આવે છે કે એ જે માટીને અડે છે તે સોનું બની જાય છે. ધોનીએ ક્રિકેટ(Cricket)ની દુનિયામાં વિકેટકીપર, બેટ્સમેન અને ત્યારબાદ સુકાની તરીકે જબરદસ્ત સફળતા મેળવી. બિઝનસ(Business)ની દુનિયામાં પણ ધોનીનો જલવો છે. પણ હવે ભારતીય ટીમનો આ પુર્વ સુકાની હવે એક નવા જ અવતારમાં લોકો સમક્ષ આવી રહ્યો છે. ધોની હવે એક અવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે તે કહેવામાં કઇ જ ખોટુ નથી. વાત એવી છે કે મહેન્દ્ર સિંહ ધોની એક નવા અવતારમાં લોકો સમક્ષ આવી રહ્યો છે. ધોની હવે વેબ સીરિઝમાં નજર આવશે. આ વેબ સીરિઝનું નામ અથર્વ (Atharva: The Origin) છે. ધોનીએ પોતે આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોસિયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે. આ વેબ સીરિઝમાં ધોની એક યોદ્ધા તરીકે જોવા મળશે.

અથર્વ ધ ઓરિજિનમાં ધોનીનો લુક ભગવાન શિવથી પ્રેરિત થયો હોય તેવું લાગી રહ્યું છે. ધોનીના વાળ લાંબા છે. તેના વાળની જતા એકદમ શિવજીની જેમ લાગી રહ્યા છે. તો તેના ગળામાં માળા છે. તેના બંને હાથમાં હથિયાર છે અને તે રાક્ષસો સાથે જંગ લગી રહ્યો છે. લોકોએ ધોનીને ક્રિકેટ રમતો જોયો છે, ફૂટબોલ રમતા જોયો છે, મોંધી બાઇક-કાર ચલાવતા જોયો છે પણ એક યોદ્ધાના લુકમાં પહેલાવાર જોઇ રહ્યા છે અને તેનો આ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ધોનીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે અને લાખોની સંખ્યામાં લોકો તેને શેર કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

અથર્વ : ધ ઓરિજિન શું છે
અથર્વ : ધ ઓરિજિન પૌરાણિક કથાઓ અને વિજ્ઞાનના મિશ્રણથી બનેલી એક વેબ સીરિઝ છે. એક લેખક રમેશ થમિલમનીએ એક બુક લખી છે. જે અત્યાર સુધી પબ્લિશ થઇ નથી. આજ આધાર પર ધોનીની વેબ સીરિઝ છે. આ વેબ સીરિઝને ધોનીની એન્ટરટેનમેન્ટ કંપની બનાવી રહી છે. ધોનીની પત્નિ સાક્ષીએ વર્ષ 2019માં આ કંપની બનાવી હતી.

તમને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી કે ધોની મનોરંજન જગતમાં ધમાલ મચાવી રહ્યો છે. વર્ષ 2016 માં ધોનીની બાયોપિક એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી રિલીઝ થઇ હતી. જે લોકોએ મોટી સંખ્યામાં પસંદ કરી. સુશાંત સિંહ રાજપુતે આ ફિલ્મમાં ધોનીનું પાત્ર ભજવ્યું હતું. હવે ધોની ગ્રાફિક્સ નોવેલની દુનિયામાં પ્રવેશી રહ્યો છે. તેના ચાહકો આતુરતાથી તેની આ વેબ સીરિઝની રાહ જોઇ રહ્યા છે. જોકે અત્યારે ધોની ચેન્નઈમાં આઈપીએલના મેગા ઓક્શનની રણનીતિ બનાવી રહ્યો છે. આઈપીએલનું મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરી બેંગલુરુમાં થશે.

આ પણ વાંચો : India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં રમાશે પિંક-બોલ ટેસ્ટ મેચ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપી જાણકારી

આ પણ વાંચો : IND vs WI: શાર્દુલ ઠાકુરે પોતાને બતાવ્યો અસલી ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યા વિશે પણ આપ્યું મોટું નિવેદન

Published On - 5:26 pm, Thu, 3 February 22

Next Article