IPL 2021: કલકત્તાના હાથમાંથી મેચ પાછી લઇ આવી ધોનીને જીતડાનારા જાડેજાએ ‘મેન ઓફ ધ મેચ’ નો એવોર્ડ પુત્રીને નામ કર્યો

|

Sep 27, 2021 | 12:56 AM

ડાબા હાથના ઓલરાઉન્ડર જાડેજા (Jadeja) એ માત્ર 8 બોલમાં 22 રન બનાવ્યા હતા. એટલે કે બેટિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 275 હતો. છેલ્લી ઓવરોમાં તેના આ પ્રદર્શન માટે તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

IPL 2021: કલકત્તાના હાથમાંથી મેચ પાછી લઇ આવી ધોનીને જીતડાનારા જાડેજાએ મેન ઓફ ધ મેચ નો એવોર્ડ પુત્રીને નામ કર્યો
Ravindra Jadeja-Man Of The Match award

Follow us on

તેને ધોની (Dhoni) ની ટીમનું એક્સ ફેક્ટર કહી દો કે પછી રિયલ મેચ વિનર, જવાબ એ જ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) છે. અબુ ધાબીમાં વિજય પથ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ડગમગવા લાગી ત્યારે રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી લીધી. આમ ચેન્નાઇની ગાડી ફરી પાટા પર ચઢાવી હતી. જ્યારે જાડેજા મેદાને ઉતર્યો ત્યારે કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ની ટીમ મેચમાં હાવી હતું.

CSK તરફથી જીત દરેક બોલથી દૂર જતી હતી, કારણ કે વિકેટ ગુમાવી રહ્યા હતા. પરંતુ જાડેજાના આવતા જ તેના જાદુએ કામ કરવુ શરુ કર્યુ હતુ. તેણે પોતાનો અસલી જાદુ 19 મી ઓવરમાં ચલાવ્યો. ધોનીના મનપસંદ જડ્ડુએ આ ઓવરના 4 બોલમાં 20 રન ફટકારીને મેચમાં ચેન્નાઈની ફીકી પડેલી ચમકને ફરીથી ચમકાવી દીધી હતી. ડાબા હાથના ઓલરાઉન્ડર જાડેજાએ માત્ર 8 બોલમાં 22 રન બનાવ્યા હતા. એટલે કે બેટિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 275 હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

છેલ્લી ઓવરોમાં તેના પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જે એવોર્ડ તેણે ‘ડોટર ડે’ સેલિબ્રેટ કરતા તેની પુત્રી નિધ્યાના ને સમર્પિત કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ મેન ઓફ ધ મેચ એવોર્ડ સાથેનો તેમનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સાથે જ તે જાણકારી શેર કરી હતી કે, તેઓ તેને પોતાની પુત્રીને સમર્પિત કરી રહ્યો છે.

 

 

 

જાડેજા આવ્યા અને જીત મેળવી

રવિન્દ્ર જાડેજા 18 મી ઓવરમાં બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો હતો. તે સમયે ચેન્નાઈને જીતવા માટે 17 બોલમાં 30 રનની જરૂર હતી. પરંતુ ત્યારબાદ બે બોલ પછી એમએસ ધોની વરુણ ચક્રવર્તીના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ચેન્નાઈને 18 મી ઓવરમાં પાંચ રન મળ્યા હતા. આમ તેમને જીતવા માટે 12 બોલમાં 26 રનની જરૂર હતી. આવી સ્થિતીમાં કલકત્તાના કેપ્ટન ઇયોન મોર્ગને પ્રસિદ્ધ કૃષ્ણાને બોલ સોંપ્યો હતો.

 

કૃષ્ણાની બોલીંગમાં જાડેજાએ ટીમનો ગીયર બદલ્યો

કદાચ ત્યા મોર્ગને તે ભૂલ કરી દીધી હતી. કારણ કે આનાથી જાડેજાને મેચમાં CSK ને પાછા ફરવાની તક મળી. જે તેણે બંને હાથે ઝડપી લીધી. જાડેજાએ 19 મી ઓવરના પહેલા બોલ પર એક રન લીધો હતો. પછી સેમ કરને બીજા બોલે સિંગલ લીધો અને જાડેજાને પાછી સ્ટ્રાઈક આપી. હવે ચેન્નાઈને જીતવા માટે 10 બોલમાં 24 રનની જરૂર હતી.

આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાએ ત્રીજા અને ચોથા બોલ પર સિક્સર ફટકારી દીધી. ત્યાર પછી છેલ્લા બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા. આ રીતે 19 મી ઓવરથી 22 રન આવ્યા. આમાંથી જાડેજાએ 21 રન બનાવ્યા અને મેચ ચેન્નાઈની તરફી કરી દીધી હતી. આ પછી છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર ચેન્નાઈએ મેદાન માર્યું હતુ.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ઇયોન મોર્ગને કહ્યુ, અમે રવિન્દ્ર જાડેજા સામે હારી ગયા, તે એવુ રમે છે કે તેની સામે કંઇ કરવાનુ રહેતુ નથી !

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે હર્ષલ પટેલે હેટ્રિક લઇને રચ્યો ઇતિહાસ, હાર્દિક, પોલાર્ડ અને ચાહરનો કર્યો શિકાર

Published On - 12:40 am, Mon, 27 September 21

Next Article