CSK vs DC Playing XI IPL 2022: ઋષભ પંતની ટીમમાં નવો ઓપનર, અક્ષર પટેલ ટીમમાં પરત ફર્યો, રવિન્દ્ર જાડેજા ઈજાને લઈ બહાર

|

May 08, 2022 | 8:10 PM

CSK vs DC Toss and Playing XI News: પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે રહેલી દિલ્હી માટે આ મેચમાં જીત નોંધાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીવંત રહે.

CSK vs DC Playing XI IPL 2022: ઋષભ પંતની ટીમમાં નવો ઓપનર, અક્ષર પટેલ ટીમમાં પરત ફર્યો, રવિન્દ્ર જાડેજા ઈજાને લઈ બહાર
CSK vs DC: બને વચ્ચે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે

Follow us on

IPL 2022 માં, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (CSK vs DC) રવિવારે 8 મેના રોજ ડબલ હેડરની બીજી મેચમાં ટકરાશે. વર્તમાન સિઝનની આ 55 મી મેચ છે અને આ મેચનો રોમાંચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં જોવા મળશે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ પ્રથમ ટક્કર છે. દિલ્હીએ ફરી એકવાર તેના સ્ટાર ઓપનર પૃથ્વી શૉ વિના આ મેચમાં ઉતરવું પડશે કારણ કે તે બીમાર છે. દિલ્હીએ આ મેચમાં બે ફેરફાર કર્યા છે અને પૃથ્વી શૉની જગ્યા ભરવા માટે નવા ઓપનર તરીકે કેએસ ભરતને લાવ્યો છે. આ સાથે જ અક્ષર પટેલ પણ પરત ફર્યો છે. તે જ સમયે, CSKને તેમના ભૂતપૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) વિના જવું પડશે.

દિલ્હીને તેની પ્લેઓફની આશા જીવંત રાખવા માટે આ મેચમાં જીતની જરૂર છે. દિલ્હીએ તેની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 21 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ સાથે ઋષભ પંતની ટીમના 10 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. હાલ દિલ્હી પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. જ્યાં સુધી ચેન્નાઈની વાત છે તો ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ગણિતના આધારે હજુ થોડી આશા બાકી છે, પરંતુ આ માટે ટીમે બાકીની ચાર મેચ જીતવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એમએસ ધોનીની કેપ્ટનશીપમાં પરત ફર્યા બાદ ટીમે એક મેચમાં જીત મેળવી હતી, પરંતુ બીજી જ મેચમાં ચેન્નાઈને બેંગ્લોરના હાથે 13 રને હારનો સામનો કરવો પડ્યો હતો. CSKના 10 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે અને તે નવમા સ્થાને છે.

CSK vs DC Playing XI

ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોઈન અલી, ડ્વેન પ્રિટોરિયસ, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી અને મહિષ તિક્ષણા.

દિલ્હી કેપિટલ્સ: રિષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ડેવિડ વોર્નર, કેએસ ભરત, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ અને એનરિક નોરખિયા

 

Published On - 7:44 pm, Sun, 8 May 22

Next Article