IPL ની છ ફ્રેન્ચાઈઝીઓએ દક્ષિણ આફ્રિકામાં ખરીદી ટીમો, જાણો કોણ બન્યુ કઈ ટીમનુ માલિક

|

Jul 20, 2022 | 10:54 PM

ક્રિકેટ સાઉથ આફ્રિકા (Cricket South Africa) આવતા વર્ષે જાન્યુઆરીમાં નવી T20 લીગ શરૂ કરવા જઈ રહ્યું છે. ચાહકોને આ લીગમાં 'મિની આઈપીએલ' નો નજારો જોવા મળશે

IPL ની છ ફ્રેન્ચાઈઝીઓએ દક્ષિણ આફ્રિકામાં ખરીદી ટીમો, જાણો કોણ બન્યુ કઈ ટીમનુ માલિક
દક્ષિણ આફ્રિકાની લીગમાં પણ ભારતીય ફેન્ચાઈઝીઓ જોવા મળશે

Follow us on

ક્રિકેટ ના રસિયાઓને આવતા વર્ષથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા ક્રિકેટ લીગ (South Africa Cricket League) માં મીની IPL જોવા મળશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ બુધવારે પુષ્ટિ કરી કે લીગની તમામ છ ટીમો એવી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવી છે જેઓ IPL ટીમોની પણ માલિકી ધરાવે છે. આમ ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવો માહોલ નવી લીગમાં પણ જોવા મળશે. આ ટી20 લીગનું આયોજન જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે. આ દરમિયાન સમાચાર છે કે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને ઓપનર ગ્રીમ સ્મિથને આ T20 લીગની કમાન સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સાઉથ આફ્રિકાની લીગ IPL જેવી હશે

  • કેપટાઉન ટીમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવી છે. રિલાયન્સ IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની માલિક છે. મુંબઈએ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
  • ડરબનની ટીમને આરએસપીજી સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવી છે. આ કંપનીએ ગયા વર્ષે જ રેકોર્ડની બોલી લગાવીને લખનૌ (LSG) ની ટીમ ખરીદી હતી. સંજીવ ગોએન્કાના ગ્રુપે આ માટે 7090 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
  • પોર્ટ એલિઝાબેથ ટીમ સન ટીવીની માલિકીની છે. આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની માલિકી પણ સનટીવી પાસે છે. હવે તે આ લીગમાં પણ પોતાની ટીમને મેદાનમાં ઉતારશે.
  • જોહાનિસબર્ગની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ દ્વારા ખરીદી લેવામાં આવી છે. ઈન્ડિયા સિમેન્ટ્સે 2008ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ખરીદ્યું હતું. હવે તે સાઉથ આફ્રિકા લીગમાં પણ પોતાની ટીમ સાથે જોવા મળશે.
  • પાર્લની ટીમને રોયલ સ્પોર્ટ્સ ગ્રુપે ખરીદી લીધી છે. આ ગ્રુપ રાજસ્થાન રોયલ્સ (RR) ટીમના માલિક છે. રોયલ્સ ગ્રુપ ચાર અલગ-અલગ કંપનીઓના શેર ધરાવે છે જેમાં ફોક્સ અને ડાબરનો સમાવેશ થાય છે. ગત વર્ષે આ ટીમ 14 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી હતી.
  • દિલ્હી કેપિટલ્નાસ (DC)  સહ-માલિક JSWએ પ્રિટોરિયાની ટીમને ખરીદી લીધી છે. JSW ભારતમાં રમતગમતની દ્રષ્ટિએ એક મોટી કંપની છે. તે ઘણા ખેલાડીઓને સ્પોન્સર કરે છે. હવે તેની ટીમ દક્ષિણ આફ્રિકાની લીગમાં પણ જોવા મળશે.

 

અન્ય લીગની ટીમો પાસે પણ ભારતીય કંપનીઓના શેર છે

દક્ષિણ આફ્રિકાની લીગ પહેલા પણ ભારતીય કંપનીઓ અન્ય ઘણી ક્રિકેટ લીગમાં પણ ભાગ લઈ ચુકી છે. દુનિયામાં ઘણી એવી લીગ છે જ્યાં ટીમના માલિક ભારતીય છે. આમાં સૌથી આગળ બે વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક છે. રેડ ચિલીઝના નાઈટ્સ ગ્રુપ અને જય મહેતાએ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી કેરેબિયન પ્રીમિયર લીગ ટ્રિનબેગો નાઈટ રાઈડર્સની ટીમ ખરીદી હતી. તે જ સમયે, શાહરૂખ ખાનની અબુ ધાબી નાઈટ રાઈડર્સ ટીમ પણ UAE લીગમાં છે. અદાણી ગ્રુપે UAE T20 લીગમાં T20 ટીમમાં પણ હિસ્સો લીધો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

 

 

Published On - 10:44 pm, Wed, 20 July 22

Next Article