ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત સારી છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક હોસ્પટિલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ પૂર્વ ક્રિકેટરને મગજમાં ક્લોટિંગ હોવાનું સામે આવ્યું હતુ. હવે ક્રિકેટરનું સ્વાસ્થ સારું છે. ડોક્ટરની એક ટીમ તેની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાંથી કાંબલીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
વિનોદ કાંબલી જે હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં માત્ર તે નાચી રહ્યો નથી પરંતુ નાચવાની સાથે ક્રિકેટ શોર્ટ પણ લગાવી રહ્યો છે. તેના ચેહરા પર એક અલગજ રોનક જોવા મળી રહી છે. ટુંકમાં કાંબલીના સ્વાસ્થમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. તેમજ ક્રિકેટ ચાહકોને પણ ગુડન્યુઝ મળ્યા છે. પૂર્વ ક્રિકેટરની સાથે એક છોકરી પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે 1991માં વનડે ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા વિરુદ્ધ રમી હતી. તેમણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચમાં કુલ 1084 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 3 અડધી સદી સામેલ છે. આ સિવાય 104 વનડે મેચમાં તેના નામ પર 2477 રન નોંધાયેલા છે.
VIDEO | “We always had a cricketing image of sir (Vinod Kambli) in our mind. So, it inspired us that sir needs us and so, the entire team decide to do something for sir. He keeps telling us about his good memories,” says a doctor at Akruti Hospital. pic.twitter.com/n4OA1aeSGe
— Press Trust of India (@PTI_News) December 23, 2024
જ્યારે વિનોદ કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો. તેના શરીરમાં શરીરમાં તીવ્ર ખેંચાણ આવી રહી હતી. તે બેસી કે ચાલી પણ શકતા ન હતા. દાખલ કરતી વખતે તેને ઊંઘ પણ આવી રહી હતી. હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા