Cricket: ચક દે ફેઇમ અભિનેત્રી સાથે લગ્ન કર્યા પહેલા ‘લક બાય ચાન્સ’ ની અભિનેત્રી સાથે ઝાહિરખાનનુ હતુ ચક્કર

|

May 25, 2021 | 9:08 PM

ઝાહિર ખાને (Zaheer Khan) પોતાના કરિયર દરમ્યાન પોતાના પ્રદર્શન ધ્વારા પ્રભાવ સર્જયો હતો. તેનો શારિરીક બાંધો અને તેનો દેખાવડા ચહેરો અને તેનુ ક્રિકેટ પ્રદર્શન પણ દિવાનગી પ્રેરતુ સમિકરણ ધરાવતુ હતુ. તેને લઇને ઝાહિર ખાન ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલો રહેતો હતો.

Cricket: ચક દે ફેઇમ અભિનેત્રી સાથે લગ્ન કર્યા પહેલા લક બાય ચાન્સ ની અભિનેત્રી સાથે ઝાહિરખાનનુ હતુ ચક્કર
Zaheer-Khan-Sagarika-Ghatge-Isha-Sharvani

Follow us on

ઝાહિર ખાને (Zaheer Khan) પોતાના કરિયર દરમ્યાન પોતાના પ્રદર્શન દ્વારા પ્રભાવ સર્જયો હતો. તેનો શારિરીક બાંધો અને તેનો દેખાવડા ચહેરો અને તેનુ ક્રિકેટ પ્રદર્શન પણ દિવાનગી પ્રેરતુ સમિકરણ ધરાવતુ હતુ. તેને લઇને ઝાહિર ખાન ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલો રહેતો હતો. સાથે જ તે તેના અફેયર્સને લઇને પણ ચમકતો રહેતો હતો. તેણે ચક દે ઇન્ડીયા ફેઇમ એકટ્રેસ સાગરિકા ઘાટગે (Sagarika Ghatke) સાથે લગ્ન કર્યા છે.

જો કે આ પહેલા ઝાહિર ખાનનુ નામ એક અન્ય અભિનેત્રી સાથે જોડાયેલુ હતુ. જે એકટ્રેસ એટલે ઇશા શરવાણી ( Isha Sharvani ) હતી, ઇશા એ કિસના, લક બાય ચાન્સ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. ઝાહિર અને ઇશા લગભગ આઠ વર્ષ સુધી બંને એક સાથે રહ્યા હતા.

આ દરમ્યાન બંને લીવ ઇનમાં રહેતા હોવાની પણ વાતો ફેલાઇ હતી. જો કે આ સંબંધ લાંબો ચાલ્યો પરંતુ લગ્નના બંધન સુધી પહોંચી શક્યો નહોતો. જો કે લોકોને એ વાતની પણ સમજ ના પડી કે, બંને કેમ અલગ અલગ થઇ ગયા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મીડિયા રિપોર્ટસ મુજબ, ઝાહિર ખાન અને ઇશા ( isha sharvani ) વર્ષ 2005માં એક ફંકશન દરમ્યાન મળ્યા હતા. ત્યાર બાદ બંને એક બીજાની નજીક આવી ગયા હતા. બંને શરુઆતમાં સારા દોસ્ત અને બાદમાં પ્રેમ સુધી વાત પહોંચી હતી. કહેવાય છે કે બંને એ એક બીજાને પ્રપોઝ પણ કરી દીધુ હતુ. ત્યાર બાદ આ સંબંધ લગભગ 8 વર્ષ સુધી ચાલ્યો હતો.

વિશ્વકપ 2011 બાદ બંને અલગ થવા લાગ્યા હતા
બંને સાથે સાથે જ જોવા મળતા હતા. પાર્ટીઓ અને સાર્વજનિક કાર્યક્રમોમાં પણ બંને સાથે જ જોવા મળતા હતા. ત્યારે લગભગ નક્કિ હતુ કે, ઝાહિર અને ઇશા લગ્ન કરી લેશે. લાંબા સમયના અફેયર બાદ બંને લિવ ઇન રિલેશન શીપમાં રહેવા લાગ્યા હતા. કેટલાક વર્ષ સુધી બંને સાથે જ રહ્યા હતા. ત્યાર બાદ બંનેએ સંબંઘોને સાર્વજનિક કર્યા હતા. વિશ્વકપ 2011 બાદ બંને ધીરે ધીરે અલગ થવા લાગ્યા હતા.

ઝાહિર ખાને તો આ અંગે કંઇ જ કહ્યુ નહોતુ, જો કે ઇશાએ કહ્યુ હતુ કે તે ઝાહિરને પોતાનો દોસ્ત માને છે. તેમજ તે લોકો હંમેશા દોસ્ત જ બન્યા રહેશે. બતાવવામાં આવે છે કે, અલગ થવા પહેલ ઝાહિર ખાને જ કરી હતી. મીડિયા રિપોર્ટસમાં બતાવવામાં આવ્યુ હતુ કે, તેણે રમત પર ધ્યાન આપવા માટે આમ કર્યુ હતુ. વચ્ચે વચ્ચે એવા પણ દાવા પણ થતા રહ્યા હતા કે, બંને વચ્ચે કોઇ અન્ય આવી ચુક્યુ છે.

Next Article