Cricket: શેડો બેટીંગ અદાઓ માટે જાણીતા સ્ટીવ સ્મિથની અનોખી તસ્વીરો સામે આવી, પત્નિએ કરી શેર, જુઓ

|

Jun 01, 2021 | 2:17 PM

ઓસ્ટ્રેલીયા (Australia) ની ટીમ વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ સામેની શ્રેણી રમનાર છે. ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન અને ટીમના ઓપનર બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) ની મસ્ત જૂની તસ્વીરોને તેની પત્નીએ શેર કરી છે.

Cricket: શેડો બેટીંગ અદાઓ માટે જાણીતા સ્ટીવ સ્મિથની અનોખી તસ્વીરો સામે આવી, પત્નિએ કરી શેર, જુઓ
Steve Smith-Dani Willis

Follow us on

IPL 2021ના હિસ્સો રહેલા ઓસ્ટ્રીલીયન ખેલાડીઓ, સ્વદેશ પરત ફર્યાના બે સપ્તાહ બાદ તેઓ પોત પોતાના ઘરે પહોંચી ચુક્યા છે. કેટલાંક ખેલાડીઓ ઘરે પરિવાર સાથે લાંબો સમય ગાળી શકશે, તો કેટલાકે પરત ક્રિકેટની વ્યસ્તતામાં જોડાઇ જવુ પડશે. ઓસ્ટ્રેલીયા (Australia) ની ટીમ વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ સામેની શ્રેણી રમનાર છે.

ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન અને ટીમના ઓપનર બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) ની મસ્ત જૂની તસ્વીરોને તેની પત્નીએ શેર કરી છે. સ્મિથ આમ પણ પીચ પર હોય ત્યારે કેટલાક પ્રકારની એકશન હાથ વડે કરતો રહે છે. ખાસ કરીને શેડો બેટીંગ (Shadow batting) ની તેની અદાઓ ચાહકોમાં જાણીતી છે. એટલે કે હાથમાં બેટ વિના ખાલી હાથે, બેટ હોવાનુ માની પ્રેકટીશ કરવી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્મિથ હાથ વડે આમ અનેક વાર કરતો રહેતો હોય છે. સ્મિથ મેદાનમાં તો ઠીક પરંતુ, હોટલ અને અન્ય સ્થળે પણ આમ કરતો જોવા મળતો હોય છે. આવી જ સુપર્બ તસ્વીરો તેની પત્નિ દાની વિલિસ (Dani Willis) મારફતે સામે આવી છે. જેમાં તે બેટીંગ પ્રેકટીશ કરતો હોય છે. પરંતુ આ વખતની પ્રેકટીશ થોડીક હટકે છે. કારણ કે તે આ વખતે ખાલી હાથે નહી પરંતુ ચેહરાથી લઇ માથા પર રુમાલ બાંધીને બેટ ચેક કરવાનો પ્રયાસ કરે છે.

વિલિસ એ તસ્વીર શેર કરતા લખ્યુ છે કે, સ્ટીવનુ સ્ટીવ જેવુ કામ કરવાની એક જૂની યાદ. મને લાગે છે કે, તે ચેક કરી રહ્યો હતો કે, કયા બેટની પિકઅપ શ્રેષ્ઠ છે.

IPL અને ઓસ્ટ્રેલીયાથી કેપ્ટનશીપ છૂટી હતી

રાજસ્થાન રોયલ્સથી છુટા પડ્યા બાદ IPL 2021 માં સ્ટીવ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સાથે જોડાયો હતો. 2018 સુધી ઓસ્ટ્રેલીયન ટીમનો કેપ્ટન રહેલ સ્મિથ IPL ની ગત સિઝનમાં રાજસ્થાનની ટીમનો કેપ્ટન હતો. ઓસ્ટ્રેલીયન ટીમની કેપ્ટનશીપ છુટવાનુ કારણ બોલ ટેમ્પરીંગને લઇ તેને હટાવી દેવાયો હતો.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમ્યાન સેન્ડપેપરથી બોલ સાથે છેડછાડ કરાઇ હતી. ગત IPL સિઝનમાં રાજસ્થાનની ટીમે કંગાળ પ્રદર્શન કર્યા બાદ તેને મુક્ત કરી દેવાયો હતો.

Next Article