Cricket: નાની ઉંમરે ડેબ્યૂ કરવાના રેકોર્ડ યાદીમાં આ ક્રિકેટરો નામ નોંધાવ્યા પરંતુ સફળતા હાથ ના લાગી

|

Jul 09, 2021 | 1:34 PM

સચિન તેંડુલકર (Sachin Tendulkar) સૌથી ઓછી ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ, તેમના સિવાય અનેક ક્રિકેટરોએ નાની વયે કરિયર તો શરુ કરી પરંતુ, તેમની કારર્કિદી ટુંકી જ રહી ગઇ.

Cricket: નાની ઉંમરે ડેબ્યૂ કરવાના રેકોર્ડ યાદીમાં આ ક્રિકેટરો નામ નોંધાવ્યા પરંતુ સફળતા હાથ ના લાગી
Parthiv Patel and Sachin Tendulkar

Follow us on

ક્રિકેટના મેદાનમાં પગ મુકનાર દરેક ખેલાડીને ટેસ્ટ ક્રિકેટ રમવાનુ સપનું હોય છે. આ દરમ્યાન ઓછી ઉંમરે ટેસ્ટ ક્રિકેટ (Test cricket) માં ડેબ્યૂ કરવાની તક એટલે વિશેષ ઉપલબ્ધી સમાન માનવામાં આવે છે. આવા જ કેટલાક ખેલાડીઓ છે જે 18 વર્ષ થી પણ ઓછી ઉંમરે ટેસ્ટ ક્રિકેટ રમી ચુક્યા છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar) થી લઇને પાર્થિવ પટેલ (Parthiv Patel) સુધીનાઓ આ સન્માન મેળવી ચુક્યા છે. પરંતુ તેમાં સફળતા દરેકને હાથ નથી લાગી.

જેમાં કેટલાકની કારકિર્દી સફળ રહી તો, કેટલાકનું કરિયર એટલું જ ઝડપથી પુરુ થઇ ચુક્યું હતું. કારણ કે ટીમમાં સમાવેશ સાથે પ્રદર્શન એટલું જ જરુરી છે, જે અપેક્ષાએ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હોય. હાલમાં જ મહિલા ક્રિકેટર તરીકે શેફાલી વર્મા (Shafali Verma) એ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યું કર્યુ હતુ. તેણે ઇંગ્લેંન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. જે સમયે તે 17 વર્ષ અને 139 દિવસની હતી.

તો વળી શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) મર્યાદિત ઓવરની ક્રિકેટમાં નવા ચહેરાઓને ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે એમ છે. આ દરમિયાન જોકે એવા કેટલાક ખેલાડીઓ પર નજર કરીશું. જે 18 વર્ષથી ઓછી વયે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

ડાબોડી સ્પિનર મનિન્દર સિંહ

લેફ્ટ હેન્ડ સ્પિનર બોલર મનિન્દર સિંહ 17 વર્ષ અને 193 દિવસ ની વયે જ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. ભારતીય ટીમ વતીથી તેણે પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ રમી હતી. જોકે તે મેચમાં તેણે નિરાશ રહેવું પડ્યું હતું. અને એક પણ વિકેટ તે ઝડપી શક્યો નહોતો. તો વળી બીજી નિરાશા તેના માટે એ હતી કે, તેની ડેબ્યૂ મેચમાં ભારતે એક ઇનીંગ અને 86 રને હાર મેળવી હતી. મનિન્દર સિંહનુ કરિયર 12 વર્ષ ચાલ્યું હતું. જેમાં તે 35 મેચ રમીને 88 વિકેટ ઝડપી હતી. જે વેળા એક મેચમાં તે એક જ ઇનીંગમાં 7 વિકેટ ઝડપવાનો તેનો શ્રેષ્ઠ દેખાવ કરી ચુક્યો હતો. જોકે તેને કરિયરમાં તેને વધારે ક્રિકેટ રમવાની તક મળી શકી નહતી.

વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલ

હજુ થોડાક મહિના પહેલા જ પાર્થિવ પટેલે (Parthiv Patel) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો હતો. તેણે 17 વર્ષ અને 152 દિવસની ઓછી ઉંમરે ટેસ્ટ કરિયરની શરુઆત કરી હતી. પરંતુ તેનું કરિયર ખાસ ચાલ્યું નહતુ. પસંદગીકારોએ એમએસ ધોનીની શોધ કરતા જ પાર્થિવના કરિયર પર પૂર્ણવિરામ લાગી ચુક્યુ હતુ. તે માત્ર 25 ટેસ્ટ મેચ અને 38 વન ડે મેચ રમી શક્યો હતો. જ્યારે 2 ટી20 મેચ રમી હતી. આમ તેનું કરિયર ઓછી ઉંમરે શરુ થવા સાથે જ સમેટાઇ જવા પામ્યું હતું.

લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન

તેઓ 17 વર્ષ અને 118 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ વેસ્ટઇન્ડીઝ સામે કર્યુ હતુ. પરંતુ તેઓ કરિયરને આગળ વધારવામાં સફળ રહી શક્યા નહી. તેમણે માત્ર કરિયરમાં 9 ટેસ્ટ મેચ રમી હતી, જ્યારે વન ડે ક્રિકેટમાં તેઓને કોઇ જ મોકો મળ્યો નહોતો. તેનું કરિયર 1983 થી1986 સુધી જ સિમીત રહ્યું હતું. જોકે બાદમાં તેઓે એક સફળ કોમેન્ટેટર જરુર બની શક્યા હતા.

લેગ સ્પિનર પિયુષ ચાવલા

માર્ચ 2006માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ ડેબ્યૂ કરનારા પિયુષ ચાવલાની ઉંમર, તે વખતે 17 વર્ષ અને 75 દિવસની હતી. જેટલી નાની ઉંમરે ક્રિકેટ કરિયર શરુ કર્યુ, તેનાથી નાનું તેનું કરિયર રહ્યું હતું. ચાવલાને લેગ સ્પિનર કરવાનો મોકો માત્ર 3 ટેસ્ટ મેચમાં જ મળ્યો, જેમાં તેણે 7 વિકેટ ઝડપી હતી. જયારે 25 વન ડે મેચમાં 32 વિકેટ ઝડપી હતી. 7 ટી20 મેચમાં તે 4 વિકેટ ઝડપી શક્યો હતો. 2012 બાદ તેનુ આંતરરાષ્ટ્રીય કરિયર સમેટાઇ ગયું હતું.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર

સૌથી ઓછી ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાની યાદીમાં સૌથી ઉપર સચિન તેંડુલકર (Sachin Tendulkar) છે. 24 વર્ષની લાંબી ક્રિકેટ સફર ખેડનારા સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ટેસ્ટ કરિયર શરુ કરી હતી. સચિને પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. ત્યાર બાદ તેની સફળતા દુનિયાની સામે ગુંજી છે. સચિને 200 ટેસ્ટ મેચના કરિયરમાં 15,921 રન કર્યા છે.

Published On - 1:32 pm, Fri, 9 July 21

Next Article