Cricket: વિરાટ કોહલીની શરમાવાની અદા પણ કંઇક આવી છે, જુઓ ચેલેન્જ તો આપી પરંતુ બાદમાં શરમાઇ ગયો

|

May 26, 2021 | 11:13 AM

વિરાટ કોહલી (Virat Kohli) આમ તો કેટલીક વાર ક્રિકેટ સિવાયની રમત પર પણ હાથ અજમાવી લેતો હોય છે. તેવા ફોટો અને વિડીયો પણ તેના કેટલીક વાર સામે આવી ચુક્યા છે. વિરાટ કોહલી ફુટબોલ (Football) પ્રત્યે પણ આકર્ષણ ધરાવે છે.

Cricket: વિરાટ કોહલીની શરમાવાની અદા પણ કંઇક આવી છે, જુઓ ચેલેન્જ તો આપી પરંતુ બાદમાં શરમાઇ ગયો
Virat Kohli

Follow us on

Cricket: વિરાટ કોહલી (Virat Kohli) આમ તો કેટલીક વાર ક્રિકેટ સિવાયની રમત પર પણ હાથ અજમાવી લેતો હોય છે. તેવા ફોટો અને વિડીયો પણ તેના કેટલીક વાર સામે આવી ચુક્યા છે. વિરાટ કોહલી ફુટબોલ (Football) પ્રત્યે પણ આકર્ષણ ધરાવે છે. ફુરસદના સમયે તે ફુટબોલ પર પણ હાથ અજમાવી લેતો હોય છે. કોહલીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે ફુટબોલની સાથે નજર આવી રહ્યો છે. તો વળી તેણે ફેંસને કિક મારવા માટે પણ ચેલેન્જ આપી હતી.

વિરાટ કોહલીએ ફેંન્સને આપેલી આ ચેલેન્જનુ નામ ‘એક્સીડેન્ટલ ક્રોસબાર ચેલેન્જ’ આપ્યુ છે. કોહલીએ શેર કરેલા વિડીયોમાં તે ગોલ કરવાનો પ્રયાસ કરે છે. જોકે ફુટબોલ ને કિક માર્યા બાદ બોલ ગોલ પોષ્ટમાં જવાને બદલે તેના થાંભલા પર ટકરાઇને બીજી તરફ ચાલ્યો જાય છે. જ્યારે કેપ્ટન ગોલ કરવામાં નિષ્ફળ રહે છે તો, તે શરમાઇને હાથોની હથળીમાં ચહેરો છુપાવી લે છે. તેની શરમાવાની અદા ખૂબ વાયરલ પણ થવા લાગી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વિરાટ કોહલી હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. ઇંગ્લેંડ પ્રવાસે જતા અગાઉ ટીમ ઇન્ડીયાની સાથે હાલમાં બાયોબબલમાં સામેલ થઇ ચુક્યો છે. તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ના કોરોના પરિક્ષણ ની પ્રક્રિયા બાદ આગામી 2 જૂને ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ પ્રવાસે જશે. ભારતીય ટીમ (Team India) જ્યાં 18 જૂન થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચમાં રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે ટેસ્ટ મેચની સિરીઝ રમશે.

Next Article