Stuart Broad: આ ક્રિકેટરની મંગેતરે લગ્ન પહેલા જ સોશિયલ મીડિયા પર ફરમાઇશ કરી દીધી ! મોટું પરિવાર જોઇશે

|

May 28, 2021 | 7:30 AM

Stuart Broad: ઇંગ્લેંડ (England) ના બોલર સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) ની મંગેતરે તો ઘરના ઉંબરે પ્રવેશ પહેલા જ પોતાની ફરમાઇશોનો પટારો ખોલ્યો છે.

Stuart Broad: આ ક્રિકેટરની મંગેતરે લગ્ન પહેલા જ સોશિયલ મીડિયા પર ફરમાઇશ કરી દીધી ! મોટું પરિવાર જોઇશે
Stuart Broad-Mollie King

Follow us on

Stuart Broad: દુનિયામાં ગમે ત્યાં જાઓ પણ ઘરમાં પત્નિનું જ ચાલે એ વાક્ય બોલચાલમાં ખૂબ વપરાશમાં આવતુ હોય છે. ઇંગ્લેંડ (England) ના બોલર સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) ની મંગેતરે તો ઘરના ઉંબરે પ્રવેશ પહેલા જ પોતાની ફરમાઇશોનો પટારો ખોલ્યો છે.

સ્ટુઅર્ટની થનારી પત્નિ મોલી કિંગ (Mollie King) એક બ્રિટીશ સિંગર છે. તેણે લગ્ન પહેલા જ ઇચ્છા દર્શાવી છે કે, તેનુ અને બ્રોડનુ પરિવાર મોટુ જ નહી ખૂબ મોટુ હોય. સ્વાભાવિક છે કે, કોઇ પણ પતિ ને પત્નિની આ ફરમાઇશ વિચારતા કરી મુકી દે.

ગત જાન્યુઆરી માસ દરમ્યાન સિંગલ મોલી અને ક્રિકેટર સ્ટુઅર્ટની સગાઇ થઇ હતી. પોતાની સગાઇની તસ્વીરો પણ બ્રોડ એ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તસ્વીર શેર કરતી વેળા, એ પણ લખ્યુ હતુ કે, વર્ષ 2021ની શરુઆતનો આનાથી વધારે સારો કોઇ રસ્તોના હોઇ શકે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

બંને 2012 થી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે 2018માં બંને એક બીજા થી દૂર થયા હોવાની પણ ખબરો આવી હતી. જોકે બંને બધુ સમુસુથરું થયુ હોવાના પણ સમાચાર આવ્યા હતા. બંનેએ જીવન સફર સાથે સાથે નિભાવવાનો નિર્ણય કર્યો હતો.

મંગેતર મોલીને મસમોટા પરિવારની ઇચ્છા

તેણે આપેલા ઇન્ટરવ્યુ મુજબ, હું પરિવાર ઇચ્છુ છું. તે એવુ પરિવાર હશે, જે હું હંમેશાથી ઇચ્છતી હતી. મને એક રોયલ સાઇઝ મોટુ પરિવાર જોઇએ છે, જેને હું ભવિષ્યમાં પ્યાર કરી શકુ, મારુ સૌથી મોટુ સપનુ છે કે, તે પરિવાર ના પ્રેમમાં ડુબી જઉ.

મારી જાતને લકી માનુ છુ કે, મને બ્રોડ સ્ટુઅર્ટ મળ્યો છે. તેણે કહ્યુ, બ્રોડ જ્યારે ક્રિકેટ પ્રવાસ પર હોય છે, ત્યારે તે ખૂબ જ એકલતા અનુભવે છે. તેને બ્રોડ સાથે વધારે સમય નથી મળતો. જોકે બંનેનો જે સમય પસાર થયો છે તે કમાલનો રહ્યો છે.

ક્રિકેટ સિરીઝમાં વ્યસ્ત છે બ્રોડ

સ્ટુઅર્ટ બ્રોડ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝને લઇને પ્રેકટીશમાં વ્યસ્ત છે. તે સિરીઝની શરુઆત પહેલા તૈયારીઓમાં લાગ્યો હતો. ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેંડ (New Zealand vs England) વચ્ચે આગામી 2 જૂનથી ટેસ્ટ સિરીઝ રમાનારી છે. ત્યાર બાદ ઇંગ્લેંડ અને ભારત (England vs India) વચ્ચે ટેસ્ટ સિરીઝ ઓગષ્ટ મહિનાથી રમાનારી છે. જેમાં પાંચ ટેસ્ટ મેચ બંને દેશ વચ્ચે રમાશે.

Published On - 7:27 am, Fri, 28 May 21

Next Article